અનુક્રમણિકા
- વૈચારિક યુદ્ધની પરિભાષિત વ્યાખ્યા
- વૈચારિક યુદ્ધનો વિષય (મુદ્દો)
- વૈચારિક યુદ્ધનો હેતુ
- “ વૈચારિક યુદ્ધ ” ના વિષયની સ્થાપના
- લશ્કરી અને વૈચારિક યુદ્ધ વચ્ચેના તફાવતો
- ખ્રિસ્તીઓ ના વૈચારિક આક્રમણો નો ઈતિહાસ
- યહૂદીઓ ના વૈચારિક આક્રમણો નો ઈતિહાસ
- નાસ્તિકતા ના વૈચારિક આક્રમણો નો ઈતિહાસ
- હિન્દુઓ ના વૈચારિક આક્રમણો નો ઈતિહાસ
➊ લશ્કરી હથિયારો
- સંસ્થાનવાદ
- લશ્કરી બળવો
- રાજકીય હત્યાઓ
➋ શૈક્ષણીક હથિયારો
- પ્રાચ્યવાદ [Orientalism]
- સ્થાનિક ભાષાનો પ્રચાર
- શૈક્ષણિક અભ્યાસક્રમ
- મિશનરી સ્કુલો
- વિજ્ઞાન
- નવલકથા અને વાર્તા
- અનુવાદ ચળવળ
- ખોટો ઈતિહાસ
- સહ-શિક્ષણ
- દુન્યવી શિક્ષણ ની મહત્તા
➌ રાજકીય હથિયારો
- ચોથી પેઢીનું યુદ્ધ
- સંસ્થાનવાદ ના એજન્ટ
- રાજકીય વ્યવસ્થા
- અદાલત
- ઈસ્લામી વિચારોનો વિરોધ કરતા પક્ષોની સ્થાપના
- પાંચમી કૉલમ
- સામાન્યીકરણ [Normalization]
- આંતરરાષ્ટ્રીય ઝાયોનિસ્ટ [Zionism]
- વિભાજિત યોજના
- રાજનૈતિક વૈશ્વિકરણ
➍ ધાર્મિક હથિયારો
- ધર્મ પરિવર્તન [Evangelization]
- યુવા પેઢીને શંકાશીલ બનાવવી
- ધાર્મિક ફિરકા
- ધર્મોની તુલના
- સેક્યુલર મુસ્લિમ પ્રચારકો ને ઊભા કરવા
- ઈસ્લામી પ્રવૃત્તિઓ નો મફહૂમ બદલવો
➎ સામાજિક હથિયારો
- નારીવાદ [Feminism]
- ફેશન
- જન્મ નિયંત્રણ
- ફ્રીમેસન [Freemason]
- માનવતાવાદ [Humanism]
- લલિતકલા [Fine arts]
- મનોરંજન સ્થળો
- વ્યસન
➏ સોશિયલ મીડિયા હથિયારો
- પત્રકારત્વ [Journalism]
- ફિલ્મ [Movie]
- સોશિયલ નેટવર્કિંગ અને મિડિયા
- બાળકાર્ટૂન
- ઑનલાઈન રમતો [games]
➐ આર્થિક હથિયારો
- મૂડીવાદ [Capitalism]
- સામ્યવાદ [Socialism]
- વ્યાજ પર આધારિત બેંક
- સંગ્રહખોરી
- આર્થિક નાકાબંધી
- પ્રત્યક્ષ વિદેશી રોકાણ
- મલ્ટી નેશનલ કંપનીઓ
- વિશ્વ બેંક
❍ વૈચારિક આક્રમણો થી બચવાના ઉપાયો
─━━━━━━⊱✿⊰━━━━━━─
પ્રસ્તાવના
આજના સમયે મુસલમાનો ધાર્મિક, સામાજિક, આર્થિક તેમજ સાંસ્કૃતિક રીતે જે પીડાતા નજર આવે છે તે વાસ્તવમાં વૈચારિક અને બૌદ્ધિક આક્રમણો નું પરિણામ છે, અને આક્રમણ કરનારાઓ નું આ વૈચારિક અને બૌદ્ધિક આક્રમણો માં કામયાબ થવાનું તેમજ મુસલમાનો નું સહેલાઈથી તેઓના શિકાર બનવાનું કારણ આ વૈચારિક યુદ્ધમાં “ આપણો મુકાબલો કોની સાથે છે..? દુશ્મન કઈ દિશામાં થી હુમલો કરી રહ્યો છે..? તેઓના ધ્યેયો શું છે..? મુકાબલા નું મેદાન ક્યુ અને કેવું છે..? આ યુદ્ધના હથિયારો શું છે..? આપણી પરિસ્થિતિ, શક્તિ અને કમજોરી શું છે...? દુશ્મનો ની પરિસ્થિતિ, શક્તિ અને કમજોરી શું છે..? ” આ બધી જ વાતોથી આપણું વંચિત હોવું છે.
આજે મુસલમાનો પર વિવિધ પ્રકારના ઈમાન લેવા વૈચારિક અને બૌદ્ધિક આક્રમણો થઈ રહ્યા છે, મુસલમાનો ની ઈસ્લામી સોચ ખતમ કરવાના ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, રોજબરોજ ધર્મ પરિવર્તન ના કિસ્સાઓ આપણા થી છૂપા નથી, હઝરત મૌલાના સય્યદ અબૂ'લ્ હસન અલી નદવીؒ એ આજ વૈચારિક અને બૌદ્ધિક આક્રમણો ની ચાલી રહેલ આંધી ને જોતાં પોતાની કિતાબમાં એક ઐતિહાસિક દિલકશ વાત વર્ણવતા લખે છે કે :
“ જો આજે ચારેય ઈમામ જીવીત હોત તો તેઓ પણ કદાચ મસાઈલ સંપાદન કરવાનું કામ થોડા સમય માટે બંધ કરી આ તરફ ધ્યાન કેન્દ્રિત કરતા.” [પાજા સુરાગ઼ે જીંદગી : પેજ, ૪૫]
તે માટે પોતાના ઈમાનની હિફાઝત અને પોતાની ઈસ્લામી સોચના રક્ષણ માટે આ બધી વસ્તુઓ જાણવી તેમજ સમજવી ખૂબ જ જરૂરી છે.
આ જે વિષય પર વાત ચાલી રહી છે તેને “ વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધ ” નો વિષય તરીકે ઓળખવામાં આવે છે, આ વિષયનું મહત્વ સમજવા માટે આ જ વાત કાફી છે કે આ ઈમાન અને ઈસ્લામી સોચ બચાવવાની માત્ર કોશિશ અને પ્રયત્ન નહીં બલ્કે એક કાયદાકીય ચળવળ અને આંદોલન છે, આજ કારણ છે કે આરબની દરેક યુનિવર્સિટીઓ અને મદ્રસાઓ માં આને અભ્યાસક્રમ તરીકે દાખલ કરી પઢાવવામાં આવે છે. ભલે અત્યાર સુધી આપણા ૯૯ % એશિયન મદ્રસાઓ આને અભ્યાસક્રમ તરીકે દાખલ કરવાથી વંચિત છે, બસ આ જ અપેક્ષા છે કે આ વિષયને અભ્યાસક્રમ તરીકે દાખલ કરી ધર્મ પરિવર્તન અને ઈસ્લામી સોચ ખતમ કરવાના થતાં કાવતરા સામે આલીમો ના સમૂહો તૈયાર કરી તેઓને આ મેદાનમાં ઉતારવામાં આવે.
આખરે અલ્લાહ તઆલા થી દુવા છે કે આ વિષયમાં મને સહીહ વાતો લખવાની તૌફિક અને હિમ્મત અર્પણ ફરમાવે, તેમજ મુસલમાનો ને આ વાતો સહેલાઈથી સમજવાની તૌફિક અર્પણ ફરમાવે, અને આપણા સૌના ઈમાનની ખૂબ હિફાઝત ફરમાવે... આમીન.
વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધ
દુનિયામાં બે પ્રકારના યુદ્ધ લડવામાં આવે છે, ➊ સૈન્ય અને લશ્કરી યુદ્ધ, ➋ વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધ.
➊ સૈન્ય અને લશ્કરી યુદ્ધ :- તે યુદ્ધ જે લશ્કર, હથિયારો અને ખતરનાક શસ્ત્રોથી લડવામાં આવે, આવા યુદ્ધને સૈન્ય અને લશ્કરી યુદ્ધ કહેવામાં આવે છે.
➋ વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધ :- તે યુદ્ધ જે લશ્કરો અને શસ્ત્રો સિવાયના બીજા સંસાધનો દ્વારા માન્યતાઓ, શ્રદ્ધાઓ અને વિચારધારા ઓ પર કરવામાં આવતા આક્રમણો સ્વરૂપે લડવામાં આવે, આવા યુદ્ધને વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધ કહેવામાં આવે છે.
ઉપરોક્ત બન્ને યુદ્ધોની ટૂંકી સમજૂતી થી બન્ને વચ્ચનો તફાવત પણ સ્પષ્ટ ખબર પડે છે, છતાંય આગળ તે બન્ને દરમિયાન શું શું તફાવતો છે..? તે વિગતવાર વર્ણવામાં આવશે. અલબત્ત આ વાત યાદ રાખવામાં આવે કે બીજા યુદ્ધમાં ભલે ખૂનખરાબ અને લૂંટફાટ નથી થતી, અને માન્યતાઓ તેમજ વિચારો પર હુમલો કરવામાં આવે છે, તે છતાંય આ બીજા પ્રકારનું યુદ્ધ તેના ઉદ્દેશ્યો અને અસરોની દૃષ્ટિએ પ્રથમ યુદ્ધ કરતાં ઓછું નથી, બલ્કે અમુક કારણોસર તે પહેલાની તુલનામાં વધુ ખતરનાક છે, જેની વિગત બન્ને વચ્ચે ના દરમિયાન તફાવત ના ઉલ્લેખ હેઠળ આવી જશે.
જોકે અહીં આપણો અસલ મુદ્દો અને ઉદ્દેશ્ય બીજા પ્રકારનું યુદ્ધ છે, તે માટે અહીં ટૂંકી સમજૂતી બાદ હવે આપણે તે વિષે વિસ્તારમાં જાણીએ.
❖ વૈચારિક યુદ્ધની પરિભાષિત વ્યાખ્યા ❖
વૈચારિક અને બૌદ્ધિક તે યુદ્ધને કહેવામાં આવે છે જે બિન - મુસ્લિમો તરફથી બિન - લશ્કરી સંસોધનો દ્વારા મુસ્લિમો ને વશમાં કરવા તેમના અકાઈદ, વિચારધારા, ધાર્મિક પ્રવૃત્તિઓ, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય તેમજ જીવન જીવવાની ઈસ્લામી રીત અને સભ્યતાને બદલવા માટે કરવામાં આવતા આક્રમણો ને વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધ કહેવામાં આવે છે.
● સમજૂતી :- વૈચારિક યુદ્ધમાં મુસલમાનો ના જાહેર વજૂદ ને નિશાન બનાવવામાં નથી આવતું, બલ્કે મુસલમાનો ના દીન, વિચારો, માનસિકતા અને સામાજિક રસમો વગેરેને લક્ષ્ય બનાવી તેના પર પ્રહાર કરવામાં આવે છે, જેથી મુસલમાન પોતાની મુસ્લિમ હોવાની એક વ્યક્તિગત ઓળખથી વંચિત રહી જાય, અને તે જીંદગીના દરેક પ્રકરણમાં તેઓની સંસ્કૃતિ અને વિચારધારા નું અનુકરણ કરે.
સારાંશ કે તે જાહેરમાં નામનો મુસલમાન જણાય, પરંતુ માનસિક અને ભાવનાત્મક રીતે પૂરેપૂરો તેઓની સંસ્કૃતિ ને અનુસરે.
❖ વૈચારિક યુદ્ધનો વિષય (મુદ્દો) ❖
આ જ્ઞાનનો વિષય (મુદ્દો) એવા માધ્યમો, સાધનો અને સંસાધનો છે જેની મદદથી મુસલમાનો ના વિચારો અને માન્યતાઓ ને બદલી શકાય.
એટલે કે આ વિષયમાં તમામ સંશોધનોનું કેન્દ્રબિંદુ તે રીતો અને પદ્ધતિઓ છે જે વિચારને બદલી નાખે, હૃદય પરિવર્તન કરે, તેમજ વલણ બદલી નાખે, અને માનવી પ્રવૃત્તિમાં પરિવર્તન લાવે. એટલે કે જેવી રીતે એક ડૉક્ટર દર્દીના અવયવોમાં થતાં ફેરફારો નું અવલોકન કરે છે, એવી જ રીતે વૈચારિક અને બૌદ્ધિક આક્રમણ કરનાર વ્યક્તિ તે માધ્યમો અને સાધનો ની શોધમાં રહે છે જેના દ્વારા બીજા લોકોના વિચારો અને માન્યતાઓ ને બદલી નાખે.
❖ વૈચારિક યુદ્ધનો હેતુ ❖
પોતાના વિચારો અને સંસ્કૃતિના રક્ષણ સાથે બીજા લોકોના વિચારોને પોતાની સંસ્કૃતિ અને વિચારોના માનસિક અને ભાવનાત્મક રીતે ગુલામ બનાવવા.
આ મકસદ પૂરો પાડવા માટે મુસલમાનો ને તેમના ધર્મથી દૂર કરવાના, તેઓ દરમિયાન સંપૂર્ણ અથવા આંશિક રીતે ટૂકડા પાડવાના, ધાર્મિક અને સામાજિક બંધનો ને તોડવાના, અને તેઓની શક્તિને બૌદ્ધિક અને મનોવૈજ્ઞાનિક રીતે નબળી પાડવાના પ્રયાસો અને પ્રયત્નો કરવા.
❖ “ વૈચારિક યુદ્ધ ” ના વિષયની સ્થાપના ❖
બૌદ્ધિક અને વૈચારિક આક્રમણો તો પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે, પરંતુ આ વિષય એટલે કે “ વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધ ” હમણાં આ ચૌદમી સદી હિજરીમાં એક વિષય તરીકે જાહેર થયો, જ્યારે આરબના આલીમો એ તે વિષય પર કાયદાકીય કિતાબો લખવાનું શરૂ કર્યું, તેમજ જ્યારે મુસ્લિમોનું આ આક્રમણો માં અસરગ્રસ્ત હોવાનું પ્રમાણ ખૂબ જ વધ્વા લાગ્યું.
આ પહેલા પણ આ વિષય ઉપર લેખો, બયાનો વગેરે જોવા મળતા રહેતા હતા, પરંતુ આની વિષય તરીકે તેમજ કાયદાકીય રીતે સ્થાપના કરવામાં આવી ન હતી.
❖ લશ્કરી અને વૈચારિક યુદ્ધ વચ્ચેના તફાવતો ❖
લશ્કરી યુદ્ધ અને વૈચારિક યુદ્ધ દરમિયાન ઘણા તફાવતો છે જે નીચે મુજબ છે.
૧)☞ લશ્કરી યુદ્ધમાં દુશ્મન સામેથી આક્રમણ કરે છે તેમજ ખબર હોય છે કે કોણ છે, પરંતુ વૈચારિક યુદ્ધમાં દુશ્મન પીઠ પાછળ થી છૂપી રીતે આક્રમણ કરે છે તેમજ અજાણ હોય છે, તેથી સામનો કરવો પણ ખૂબ મુશ્કેલ હોય છે.
૨)☞ લશ્કરી યુદ્ધમાં દુશ્મન ની તાકાત અને તૈયારી નું અનુમાન લગાવી શકાય છે, જ્યારે કે વૈચારિક યુદ્ધમાં ન તૈયારી ની ખબર પડે છે, અને ન આક્રમણ ની ખબર પડે છે.
૩)☞ લશ્કરી યુદ્ધમાં સંરક્ષણ આસાન હોય છે, જ્યારે કે વૈચારિક યુદ્ધમાં સંરક્ષણ મુશ્કેલ હોય છે, બલ્કે લોકો શિકાર બનતા જ જાય છે.
૪)☞ લશ્કરી યુદ્ધમાં દુશ્મનોના ધ્યેયો ખબર હોય છે, જ્યારે કે વૈચારિક યુદ્ધમાં ધ્યેયો ખબર નથી હોતા.
૫)☞ લશ્કરી યુદ્ધમાં માલ અને જાનનું નુકસાન થાય છે, જ્યારે કે વૈચારિક યુદ્ધમાં દિલ, દિમાગ, વિચાર, રૂહ અને ધાર્મિક નુકસાનો થાય છે.
૬)☞ લશ્કરી યુદ્ધમાં જમીન છીનવી લેવામાં આવે છે, જ્યારે કે વૈચારિક યુદ્ધમાં લોકોની સોચ છીનવી લેવામાં આવે છે.
૭)☞ લશ્કરી યુદ્ધમાં ઘા દેખાતો હોય છે જેના લીધે ઈલાજ આસાન હોય છે, જ્યારે વૈચારિક યુદ્ધમાં ઘા છૂપાયેલો હોય છે માટે તેનો ઈલાજ પણ મુશ્કેલ હોય છે.
ઉપરોક્ત વર્ણવેલ તફાવતો જોતાં ખબર પડે છે કે લશ્કરી અને સૈન્ય યુદ્ધની તુલનામાં વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધ વધુ અસરકારક, ઘાતક અને કાર્યક્ષમ છે.
વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધનો ઈતિહાસ
આમ તો વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધનો ઈતિહાસ લશ્કરી અને સૈન્ય યુદ્ધના ઈતિહાસ ની તુલનામાં ઘણો જુનો છે, આની શરૂઆત ત્યારથી જ થઈ ગઈ હતી જ્યારથી ઈબ્લિસે હઝરત આદમ અલહિસ્સલામ થી હસદ કરી મનુષ્યો સાથે દુશ્મની કરી લીધી હતી, પરંતુ આ વૈચારિક યુદ્ધ નો સમાવેશ “ હક અને બાતીલ ” ના એક સર્વસામાન્ય (આમ) શિર્ષક હેઠળ થાય છે.
અલબત્ત વર્તમાન સમયમાં હક જે ઈસ્લામ ના રૂપમાં છે અને બાતીલ જે બિન - ઈસ્લામ ના રૂપમાં છે આ બન્ને દરમિયાન વૈચારિક યુદ્ધ ચાર પ્રકારમાં વિભાજીત છે, કેમ કે હક તો ફક્ત એક જ રૂપમાં છે અને તે ઈસ્લામ છે, પરંતુ બાતીલ આજે છે તો વિવિધ રૂપોમાં, પરંતુ અહીં મુખ્યત્વે તે ચાર રૂપોનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેઓના વૈચારિક આક્રમણો થી મુસલમાનો અસરગ્રસ્ત અને પ્રભાવિત થયા છે, અને તે ચાર આ છે, ➊ ખ્રિસ્તીઓ ના વૈચારિક આક્રમણો, ➋ યહૂદીઓ ના વૈચારિક આક્રમણો, ➌ નાસ્તિકતા ના વૈચારિક આક્રમણો, ➍ હિન્દુઓ ના વૈચારિક આક્રમણો.
આ ચારેય ના ઈસ્લામી દુનિયા પર વૈચારિક યુદ્ધ અને આક્રમણ નો ઈતિહાસ અલગ અલગ છે તે માટે દરેકનો અલગ અલગ ઉલ્લેખ કરવામાં આવે છે.
ખ્રિસ્તીઓ ના વૈચારિક આક્રમણો નો ઈતિહાસ
વર્તમાન સમયમાં સૌથી સખત વૈચારિક અને બૌદ્ધિક આક્રમણ ખ્રિસ્તીઓ નું છે, જ્યારે ૧૨ વી સદી ઈસવી માં સુલતાન સલાહુદ્દીન અય્યૂબીؒ એ મુસ્લિમ દેશો પર બળ અને શસ્ત્રો દ્વારા લશ્કરી આક્રમણો કરનારા ખ્રિસ્તીઓ ને હરાવ્યા, ત્યારે તેઓએ જાણી લીધું કે તેઓના આ લશ્કરી આક્રમણો ભલે ગમે તેટલા વિજય હાસિલ કરે, પરંતુ આ કામચલાઉ વિજય જ કહેવાશે, હમેશા માટે નહીં હોય.
માટે તેઓ એક બીજા કાયમી અસર બાકી રાખનાર વિકલ્પની ફિકરમાં પડી ગયા, ઘણા મનન બાદ છેવટે તેઓ એક એવા વિકલ્પ સુધી પહોંચ્યા જે લશ્કરી આક્રમણો કરતાં પણ વધુ ખતરનાક હોય, અને તે વિકલ્પ સામૂહિક અને વ્યક્તિગત રીતે વૈચારિક અને બૌદ્ધિક આક્રમણો કરવાનો હતો, કેમ કે દિલ અને દિમાગ પર કબજો કરવો જમીન પર કબજો કરવાની તુલનામાં વધારે અસરકારક તેમજ લાંબા સમય માટે હોય છે.
ત્યારબાદ શરૂઆતમાં તેઓએ બૌદ્ધિક અને વૈચારિક ક્ષેત્રે મુસ્લિમો સામે લડવાના ચાર રસ્તા અપનાવ્યા.
૧) મુસ્લિમ શાસકો વચ્ચે મતભેદો ઉભા કરવા.
૨) મક્કમ આસ્થા અને વિચારધારા ધરાવનારાઓ પર સતત જુલમ કરવો જેથી તેઓ માથું ઊંચું કરી ન શકે.
૩) ગાઝાથી ઈન્તાકિયા સુધી વિશાળ યુરોપિયન સરકારની સ્થાપના કરવી. (આ વિસ્તારમાં હાલમાં પેલેસ્ટાઈન અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે.)
૪) મુસ્લિમોમાં અશ્લીલતા અને નગ્નતાને પ્રોત્સાહન આપવું, તેમજ તેમની વચ્ચે નાણાકીય ભ્રષ્ટાચાર ઊભો કરીને તેમની સરકારોને નબળી કરવી.
સારાંશ કે તેમણે લશ્કરી યુદ્ધો બાદ વૈચારિક અને બૌદ્ધિક મોરચે પોતાને તૈયાર કર્યા અને વિશ્વમાં ચાલી રહેલા બૌદ્ધિક યુદ્ધનો પાયો નાખ્યો, તેઓએ શરૂઆતના આ ચાર વૈચારિક આક્રમણો સિવાય ઘણા બૌદ્ધિક અને વૈચારિક આક્રમણો કર્યા જેનો ઉલ્લેખ ઈન્શા અલ્લાહ “ વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધના સાધનો અને હથિયારો ” શિર્ષક હેઠળ કરવામાં આવશે.
યહૂદીઓ ના વૈચારિક આક્રમણો નો ઈતિહાસ
યહૂદીઓ તરફથી મુસલમાનો પર વૈચારિક યુદ્ધના આક્રમણો નો ઈતિહાસ ઈસ્લામ ની શરૂઆત થી જ છે, આ જ કારણે રસુલુલ્લાહ ﷺ એ તેઓને ન માત્ર મદીનામાં થી બલ્કે જઝીરતુ'લ્ અરબ માં થી કાઢી નાખવાની વસિયત ફરમાવી હતી.
વૈચારિક અને બૌદ્ધિક ક્ષેત્રે મુસલમાનો સાથે લડવાનો તેઓએ જે સૌપ્રથમ રસ્તો અપનાવ્યો હતો તે ઈસ્લામ માં નવા નવા સંપ્રદાયો અને ફિરકા પાડવાનો હતો, શરૂઆત મદીનામાં ઔસ અને ખજરજ નામના બે મુસ્લિમ ખાનદાનો તેમજ અનસાર અને મુહાજીર ના દરમિયાન તિરાડ પાડવાની કોશિશ થી કરી હતી, પરંતુ રસુલુલ્લાહ ﷺ ની હાજરીના લીધે તેઓ કામયાબ ન થઈ શક્યા.
રસુલુલ્લાહ ﷺ ના બાદ સહાબા ના યુગમાં તેઓના વૈચારિક અને બૌદ્ધિક આક્રમણો સતત જારી રહ્યા, છેવટે તેઓની આ લગાતાર કોશિશો સહાબાના દરમિયાન ખાનાજંગી ના રૂપમાં જાહેર થઈ, અને પરિણામે મુસલમાનો માં સૌપ્રથમ નવા સંપ્રદાય તરીકે “ શિયા ” ફિરકો વજૂદમાં આવ્યો, આ વૈચારિક યુદ્ધ ના આક્રમણ નો સ્થાપક અબ્દુલ્લા ઈબ્ને સબા હતો. આજે પણ ઈસ્લામ માં જેટલા ગુમરાહ સંપ્રદાયો અને ફિરકા છે તેઓને જાણ અજાણ માં યહૂદીઓ તરફથી ગુપ્ત મદદ અને ટેકો મળતો રહે છે.
આ તો યહૂદીઓ નો માત્ર શરૂઆત માં અપનાવેલ રસ્તો હતો, અને આજે પણ આ જ રસ્તે તેઓ સફળતા મેળવે છે, પરંતુ ત્યારબાદ પણ તેઓએ વૈચારિક અને બૌદ્ધિક આક્રમણો ના એટલા બધા રસ્તા અપનાવ્યા છે કે જેને સુમાર કરવા લગભગ શક્ય નથી. આ જ કારણે તેઓ નહિવત પ્રમાણમાં હોવા છતાંય આખી દુનિયા પર કબજો કરીને બેઠા છે, તેઓના બાદમાં અપનાવેલ અન્ય બૌદ્ધિક આક્રમણો નો ઉલ્લેખ “ વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધના સાધનો અને હથિયારો ” ના શિર્ષક હેઠળ આવી જશે.
નાસ્તિકતા ના વૈચારિક આક્રમણો નો ઈતિહાસ
પશ્ચિમી દેશોમાં ૭ મી સદીથી લઈ ૧૬ મી સદી સુધી ખ્રિસ્તી ધર્મગુરૂઓ અને પાદરીઓ તેમજ ખ્રિસ્ત કટ્ટરપંથીઓ તરફથી કરવામાં આવેલ જુલમ અને અત્યાચાર ના પરિણામે તેઓથી વિખૂટ પડેલ એક સમૂહ જેઓ આજે પશ્ચિમી નાસ્તિક તરીકે ઓળખાય છે. આ સમૂહે ન માત્ર એક કાયદાકીય ચળવળ ની સૂરતમાં ધર્મના વિરુદ્ધ મોરચા બંધી કરી, બલ્કે તેણે જીંદગીના દરેક વિભાગમાં ધર્મને લલકારવા ની સાથે તેમના વિરુદ્ધ એક વૈચારિક જંગની શરૂઆત કરી, અને વજૂદથી જ તેઓની બુનિયાદ વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધ પર હતી, એટલા માટે તેમના વજૂદ અને વૈચારિક આક્રમણ નો ઈતિહાસ એક જ સમાન છે.
બૌદ્ધિક અને વૈચારિક યુદ્ધના આ મેદાનમાં સૌપ્રથમ તેઓના હરિફ ખ્રિસ્તીઓ હતા જેમની વિરુદ્ધ તેઓએ સેક્યુલર વિચારધારા અને માનવતાવાદ જેવા હથિયારો ના સહારે વિજય પ્રાપ્ત કર્યો, અને આ જ તેઓના સૌપ્રથમ હથિયાર હતા. ત્યારબાદ ધીરે ધીરે તેઓએ ઈસ્લામી દુનિયા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને તે દેશોને પોતાની લપેટમાં લઈ લીધા જે દેશોમાં અલ્લાહ પ્રત્યે વિશ્વાસ ની અછત, તેમજ વધુ પ્રમાણમાં અજ્ઞાનતા અને શિક્ષણનો અભાવ હતો.
આગળ જતાં તેઓએ સેક્યુલર વિચારધારા અને માનવતાવાદ સિવાય ઈસ્લામી દુનિયા પર બીજા અનેક હથિયારો દ્વારા આક્રમણ અને પ્રહાર કર્યા જેની વિગત “ વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધના સાધનો અને માધ્યમો ” શિર્ષક હેઠળ વર્ણન આવી જશે.
હિન્દુઓ ના વૈચારિક આક્રમણો નો ઈતિહાસ
હિન્દુઓના વૈચારિક અને બૌદ્ધિક આક્રમણો ની શરૂઆત મોઘલ સામ્રાજ્યના પતન સાથે થઈ હતી, જેનો ઈતિહાસ આ પ્રમાણે છે કે અવિભાજિત ભારતના મોટા ભાગના મુસ્લિમો ના પૂર્વજો જોકે એક સમયે હિન્દુ હતા, મોઘલ સામ્રાજ્યમાં તેઓની શૈક્ષણિક પ્રગતિ થતાં એકેશ્વરવાદ જેવી વિચારધારાઓ થી પ્રભાવિત થઈ તેઓએ ઈસ્લામ અંગીકાર કર્યો હતો. આ જ મોકાનો ફાયદો ઉઠાવતા અંગ્રેજોએ રાજકીય સત્તા પર પોતાનો અંકુશ બનાવી રાખવા હિન્દુ મુસ્લિમ એકતામાં તિરાડ પાડવાના ઈરાદે હિન્દુઓ ને ઉશ્કેર્યા કે આ મુસ્લિમો જેઓ એક સમયે હિન્દુ હતા, હવે તમે તમારી સંખ્યા વધારવા માટે તેમને ફરીથી હિન્દુ બનાવો.
આ જ તે સમય હતો હિન્દુઓ તરફથી ઈસ્લામ પર સૌપ્રથમ વૈચારિક અને બૌદ્ધિક આક્રમણ કરવાનો, અંગ્રેજોના ગુપ્ત આશ્રય હેઠળ “ આર્ય સમાજ ” દ્વારા ધર્મત્યાગ કરવાની ચળવર સ્વરૂપે બે પ્રકારના બૌદ્ધિક આક્રમણો કરવામાં આવ્યા, જે પૈકી એક ઘર વાપસી ના સુત્રોચ્ચાર દ્વારા પ્રહાર કર્યો, અને બીજો હિન્દુઓ માં પણ એકેશ્વરવાદ સાબિત કરી સાથે પયગંબરી ને નકારી તેઓને ફરી હિન્દુ બનવા આગ્રહ કર્યો.
આ હિન્દુઓ તરફથી ઈસ્લામ પર સૌપ્રથમ વૈચારિક અને બૌદ્ધિક આક્રમણ હતું, ત્યારબાદ જે અનેક આક્રમણો કરવામાં આવ્યા તેમજ આર એસ એસ જેવી સંસ્થોની સ્થાપ્ના કરી તેઓએ જે બૌદ્ધિક અને વૈચારિક આક્રમણો માં કામયાબી મેળવી છે તે સૌની સામે છે.