શું સંભોગ માટે ના કહેવા પર પત્ની પર લાનત મોકલવામાં આવે છે..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   શું પત્નીને સંભોગની ઈચ્છા ન હોવાથી જ્યારે તે પોતાના પતિને ના કહે છે. તો તેની ઉપર લાનત કરવામાં આવે છે..? આવું કેમ..?
જવાબ :
   હદીષમાં પત્ની બાબત જે વાત કહેવામાં આવી છે કે “ જ્યારે પતિ તેને સંભોગ માટે બોલાવે અને તે ના કહે તો તેની ઉપર આખી રાત ફરિશ્તા લાનત કરે છે ” આ વાત તમામ પરિસ્થિતિને સંબંધિત નથી.
   બલ્કે આ હદીષનો સંબંધ સામાન્ય પરિસ્થિતિ સાથે છે એટલે કે આ વાત ત્યારે લાગુ પડશે જ્યારે સ્ત્રી સામાન્ય પરિસ્થિતિમાં પતિને જરૂરત હોવા છતાં ના પાડે, કેમ કે પત્ની સાથે સંભોગ કરવો પતિનો હક્ક અને અધિકાર છે.
   આ જ કારણ છે કે જો પરિસ્થિતિ સામાન્ય ન હોય. બલ્કે તેણીનું મનાઈ કરવું કોઈ તાર્કિક કારણ પર આધારિત હોય. જેમ કે... માસિક ના દિવસો હોય, અથવા પતિ હદથી વધારે સંભોગ કરતો હોય કે જે પત્નીથી સહન ન થતું હોય, અથવા જાતીય સંતોષ માટે પતિ બિન - પ્રાકૃતિક તરીકો અપનાવવા માંગતો હોય, અથવા પત્ની બિમાર હોય વગેરે જેવી પરિસ્થિતિઓ માં જો પત્ની મનાઈ કરે છે તો તેને આ હદીષ લાગુ નહીં પડે.
📖 قوله ﷺ (إذا باتت المرأة هاجرة فراش زوجها لعنتها الملائكة حتى تصبح) وفي رواية (حتى ترجع هذا) دليل على تحريم امتناعها من فراشه لغير عذر شرعي.
[شرح النووي علي مسلم : 8 / 10]
📖 وللزوج أن يطالبها بالوطء متى شاء إلا عند اعتراض أسباب مانعة من الوطء كالحيض والنفاس والظهار والإحرام وغير ذلك.
[بدائع الصنائع : 331 / 2]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)