ઈસ્લામમાં કોઈ સ્ત્રીને પયગંબર બનાવવામાં કેમ નથી આવી..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   ઈસ્લામમાં પયંગબર તરીકે જેને પણ મોકલવામાં આવ્યા છે તે હમેશા પુરુષ જ રહ્યા છે તો કોઈ સ્ત્રીને પયગંબર કેમ બનાવવામાં નથી આવી..? શું આ સ્ત્રીઓ સાથે અન્યાય ન કહેવાય..?
જવાબ :
   આનું સાચું કારણ તો અલ્લાહ તઆલા જ જાણે છે. બાકી આની પાછળ જે હિકમત સમજમાં આવે છે તે નીચે મુજબ છે ;
   પયગંબરીની જવાબદારી ઘણી કઠીન હોય છે કે જેમાં પોતાની પ્રજાના તમામ ગલત અકીદા અને સિદ્ધાંતોનો વિરોધ કરી તેઓનો સામનો કરવો, સંદેશો પહોંચાડવા માટે લોકોની ગુપ્ત તથા ખુલ્લેઆમ મુલાકાત કરવી, આ કામમાં ઘણા દુશ્મનો બનતા હોય છે તેઓનો મુકાબલો કરવો, વિવિધ જગ્યાએ સંદેશો પહોચાડવા માટે જવું, સૈન્યની તૈયારી, જીહાદમાં જવું વગેરે જેવી સખત પરેશાનીઓ નો સામનો કરવો હોય છે.
   જેમાં કેટલાય વખત પોતાની જાનનું બલિદાન પણ આપવું પડતું હોય છે, દેશનિકાલ, લોકોના થપ્પડ, પથ્થર અને ગાળો વગેરે જેવા અન્ય ખતરાનો પણ ભય હોય છે. અને એક સ્ત્રી માટે આ બધી વસ્તુઓ તેના સન્માન, આદર તથા રક્ષાના કારણે અયોગ્ય છે. તદુપરાંત પયગંબરીની જવાબદારી સાથે માસિક, ગર્ભાવસ્થા, અને અન્ય અત્યાચાર (આબરૂ લૂંટ) જેવી અન્ય બાબતો એક અલગ મસ્અલહ છે.
   સારાંશ કે ઉપરોક્ત વર્ણવેલ હિકમતના કારણે એક સ્ત્રીને પયગંબર બનાવવામાં નથી આવી. જેમાં એક સ્ત્રીનો સંપૂર્ણપણે ખ્યાલ રાખવામાં આવ્યો છે. ન કે અન્યાય કરવામાં આવ્યો છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)