અમુક લોકોનું કહેવું છે કે ઈસ્લામમાં જે પ્રક્રિયાઓ (ઈબાદત) છે તેમાં ઘણી સખતાઈ છે. અમુક આદેશો એવા છે જેને અમલમાં લાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. જેમ કે દિવસભર પાંચ નમાઝ, પડદો વગેરે.
જવાબ :
ઈસ્લામ માણસની ફિતરતને અનુકૂળ દીન છે એટલે કે તેનો દરેક આદેશ તે છે જેનો ફિતરત તકાદો (માંગણી) કરે છે. અને ફિતરી (પ્રાકૃતિક) વસ્તુ પર અમલ કરવો આસાન તથા આરામદાયક હોય છે.
પરંતુ આ જ ફિતરી વસ્તુ માહોલના ગલત તથા વિરોધ હોવાને લીધે, અથવા વિસ્તારમાં રિવાજ ન હોવાને લીધે અને તેનાથી વિપરીત વસ્તુની આદત પડી જવાને લીધે એક મણસ માટે મુશ્કેલ બની જાય છે. જેમ કે બે વ્યક્તિ પૈકી એકને સિગારેટની આદત હોય અને બીજાને આદત ન હોય. તો હવે ડૉક્ટરના કહેવા પર એક માટે સિગારેટ છોડવી ખૂબ મુશ્કેલ તો બીજા માટે આસાની જ આસાની છે. હવે આમાં કોઈ એવું નથી કહેતું કે ડૉક્ટરનો ઈલાજ ઘણો સખત છે. એવી જ રીતે રમઝાનમાં માહોલ હોવાને લીધે ઈબાદત એકદમ આસાન લાગે છે અન્ય મહિનાની તુલનામાં.
સારાંશ ઈસ્લામમાં જે ઈબાદતો છે તેમાં કોઈ સખતી નથી, બલ્કે તેનાથી વિપરીત આદતો અને માહોલ હોવાને લીધે તે સખત લાગે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59