સવાલ :
બિન મુસ્લિમો ઈસ્લામ પર વાંધો ઉઠાવતા કહે છે કે ઈસ્લામ એક કટ્ટરપંથી મઝહબ છે. અન્ય ધર્મોને તે સહન નથી કરતો. એટલે કે અન્ય ધર્મના લોકો સાથે સંબંધ બાંધવાનો સખત વિરોધ કરે છે. આ વિષે સહીહ માર્ગદર્શન આપશો.
જવાબ :
ઈસ્લામની દ્રષ્ટિએ આખી માનવજાત એક કુટુંબ છે એટલે કે એક જ ઝાડની અલગ અલગ ડાળીઓ છે. આ એક એવો દૃષ્ટિકોણ છે જે કટ્ટરપંથી ના બિલકુલ વિપરીત એટલે કે વિરોધાભાસ છે. અલ્લાહ તઆલા કુર્આન માં ફરમાવે છે કે “ અમે માનવજાત ને સૌથી શ્રેષ્ઠ આકારમાં બનાવ્યો છે ” [સૂરહ તીન : ૪] આ આયતમાં “ માનવજાત ” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ન કે મુસલમાન. આનાથી સ્પષ્ટ થાય છે કે તમામ માનવ અલ્લાહ ની સૃષ્ટિ હોવામાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાન તથા શ્રેષ્ઠ બનાવટ છે.
જ્યાં સુધી વાત છે મુસલમાનો ના બિન મુસ્લિમો સાથે સંબધોની તો સામાન્ય રીતે સંબંધ ચાર (૪) પ્રકારના હોય છે. ➊ સામાજિક, ➋ આર્થિક, ➌ રાજનૈતિક, ➍ અને ધાર્મિક. આ ચારેય વિષે ઈસ્લામની તાલીમ શું છે તે આપણે જાણીએ.
➊ સમાજિક :- બિન મુસ્લિમો સાથે સામાજિક સંબંધ વિષે કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે “ જે લોકો તમારી સાથે જંગ નથી કરતા, તેમજ જેઓએ તમને બેઘર નથી કર્યા તેઓ સાથે સારો વર્તાવ અને ન્યાય કરવાની અલ્લાહ તઆલા તમને મનાઈ નથી કરતા. બલ્કે અલ્લાહ તો ન્યાય કરનારાઓ ને પસંદ કરે છે.” [અલ મુમ્તહિના : ૮]
સામાજિક બાબતો માં સૌથી અગત્યની બાબત અમન અને સલામતી છે આ વિષે અલ્લાહ ફરમાવે છે કે “ જે વ્યક્તિ વગર કારણે કોઈ એક વ્યક્તિની હત્યા કરશે, તો જાણે તેણે આખી માનવજાત ની હત્યા કરી ગણાશે.”
અલબત્ત સામાજિક સંબંધોમાં આ વાતની તાકીદ કરવામાં આવી છે કે મુસલમાનો એ ચાલ ચલણ તથા રિત રીવાજ વગેરેમાં મુસ્લિમો પોતાની ઓળખ જાળવી રાખે. અને પોતાની સાંસ્કૃતિક ઓળખ ન ગુમાવે.
➋ આર્થિક :- બિન મુસ્લિમો સાથે આર્થિક સંબધોમાં પણ કોઈ તફાવત રાખવામાં નથી આવ્યો. હદીષની કિતાબોમાં નબી ﷺ અને સહાબા રદી. થી બેસુમાર કિસ્સા જોવા મળે છે જેમાં તેમણે બિન મુસ્લિમો સાથે આર્થિક સંબંધો બાંધ્યા છે.
➌ રાજનૈતિક :- બિન મુસ્લિમો સાથે રાજનૈતિક સંબંધની પણ મનાઈ નથી. અલબત્ત અહીં એક હદ બયાન કરવામાં આવી છે કે ન્યાય પર આધારિત કાયદાનું આજ્ઞાપાલન હોવું અને જુલ્મના વિરોધમાં પૂરેપૂરો સહકાર હોવો.
➍ ધાર્મિક :- બિન મુસ્લિમો સાથે ધાર્મિક સંબંધ વિષે ઈસ્લામી દૃષ્ટિકોણ આ છે કે અન્ય ધર્મોનું સન્માન કરવામાં આવે અને તેમની ધાર્મિક બાબતોમાં બિન દખલગીરી અપનાવવા માં આવે. કેમ કે ઈસ્લામ એકેશ્વરવાદ પર આધારિત દીન છે.
સારાંશ કે ઈસ્લામ પર કટ્ટરપંથી નો આરોપ માત્ર ઈસ્લામી તાલીમથી વંચિત તથા અજ્ઞાનતા ને લીધે કરવામાં આવે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59