ઈસ્લામ અને પશ્ચિમના દરમિયાન ઘણા વિચારોને લઈને વિવિધતા જોવા મળે છે જે પૈકી ચાર વિવિધતા નીચે રજૂ કરવામાં આવે છે.
➠ ઈસ્લામ માનવ અધિકારો બાબત એવો વ્યાપક વિચાર રજૂ કરે છે જેમાં જવાબદારી અને હક્કો દરમિયાન પરસ્પર સંતુલન જોવા મળે છે. એટલે કે માણસ પર જેટલી જવાબદારી નો બોજ મુકવામાં આવ્યો છે, તેના માટે તે મુજબ હક્કો પણ રાખવામાં આવ્યા છે.
જ્યારે કે પશ્ચિમી ફિલસૂફી દરેકની સરખામણીનો વિચાર રજૂ કરે છે. જવાબદારી ઓછી હોય કે વધારે.
➠ ઈસ્લામે સમાજની અગત્યતાને સમક્ષ રાખી અમુક બાબતોને અધિકારની હદ સુધી નહીં, બલ્કે તેને કાયદાકીય રીતે ફરજિયાત ઠરાવેલી છે. દા.ત. ગવાહી આપવી, ભલાઈ તરફ આમંત્રિત કરવું, અને બુરાઈથી રોકવું વગેરે...
જ્યારે કે પશ્ચિમી ફિલસૂફી આને માત્ર વ્યક્તિની મરજી ઉપર છોડી એક વિકલ્પ તરીકે રજૂ કરે છે.
➠ ઈસ્લામ માનવ હક્કોની એક એવી વ્યવસ્થા પ્રદાન કરે છે જ્યાં હક્કો અને કર્તવ્યો ના દરમિયાન પરસ્પર સંબંધ સંતુલન જોવા મળે છે. એટલે કે માણસ જ્યાં સુધી પોતાનું કર્તવ્ય પૂરું ન પાડે ત્યાં સુધી તે પોતાના અધિકાર અને હક્કોની માંગણી ન કરે.
જ્યારે કે પશ્ચિમી ફિલસૂફી ના હિસાબે દરેક વ્યક્તિ હમેશા પોતાના હક્કો અને અધિકારોની માંગણી કરી શકે છે.
➠ પશ્ચિમ અધિકારો મેળવવાની પ્રેરણા આપે છે, અને અધિકારો મેળવવાની માંગ નકારાત્મક માનસિકતા પેદા કરે છે. જ્યારે કે ઈસ્લામ અધિકારો આપવાની વાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને અધિકારો આપવાની પ્રેરણા સકારાત્મક માનસિકતા પેદા કરે છે.
કલ્પના કરો કે જ્યારે આખી દુનિયા અધિકારો મેળવવાની દોડમાં લાગી જાય ત્યારે સમાજની શું હાલત થશે..? અને જ્યારે દુનિયા અધિકારો આપવાનો પ્રયાસ કરશે ત્યારે સમાજનું નિર્માણ કેવું થશે..?
[આ ચોથું વિગતવાર સમજવા માટે ક્લિક કરો : માનવતાવાદ બાબત ઈસ્લામી અને પશ્ચિમી દૃષ્ટિકોણ દરમિયાન ફરક]
જો વ્યવહારીક રીતે (practically) આ બધી વસ્તુઓનું અધ્યયન અને અવલોકન કરવામાં આવે તો સમાજમાં ચાલતી દરેક ખરાબીનું નિરાકરણ મળી જશે અને સાથે ઈસ્લામે આપેલા વિચારની મહત્તા પણ સમજાઈ જશે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59