હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે હુઝૂર ﷺ નો ઈરશાદ છે કે જે વ્યક્તિ દરરોજ સો (૧૦૦) વખત
لَا إلٰهَ إلَّا اللّٰهُ المَلِكُ الحَقُّ المُبِينُ
પઢશે, તો તેને ગરીબીથી પનાહ મળશે, કબરના ભયથી મુક્તિ મળશે, ખૂબ સંપત્તિ અર્પણ કરવામાં આવશે અને તેના માટે જન્નતના દરવાજા ખોલી આપવામાં આવશે.
તહકીક :
આ વાત હદીષના નામે હદીષની અમુક કિતાબોમાં વર્ણવેલ મળે છે. પરંતુ ઉલમાએ આ હદીષની સનદ પર સખત કમજોર હોવાનો હુકમ લગાવ્યો છે.
અને દરેક તે હદીષ જેની સનદ પર સખત કમજોર તરીકે હુકમ લગાવવામાં આવે તેનો મતલબ આ હોય છે કે આ વાતની નિસ્બત હુઝૂર ﷺ તરફ કરવી સહીહ નથી.
તેથી આને હદીષ તરીકે બયાન કરવી અને હુઝૂર ﷺ તરફ નિસ્બત કરવી તથા તેમાં વર્ણવેલ ફઝિલત નું યકીન રાખવું સહીહ નથી. હાં..! કોઈ વ્યક્તિ આના પર હદીષ હોવાનું અને ફઝિલતની પ્રાપ્તિનું યકીન રાખ્યા વગર અમલ કરે તો કોઈ વાંધો નથી.
[તહકીક : શેખ મુહમ્મદ તલ્હા બિલાલ અહમદ મનિયાર હફિઝહુલ્લાહ]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59