સવાલ :
બિન મુસ્લિમોને કાફિર કેમ કહેવામાં આવે છે..? કાફિરનો અર્થ શું થાય..?
જવાબ :
કાફિર અરબી ભાષાનો શબ્દ છે જે કુફ્ર પરથી બન્યો છે. કુફ્ર અરબી ભાષામાં વિવિધ અર્થમાં ઉપયોગ થાય છે. જેમ કે કુફ્રનો એક શાબ્દિક અર્થ “ છુપાવવું ” થાય છે. આ જ કારણે કુર્આનમાં ખેડુતને પણ કાફિર કહેવામાં આવ્યો છે કેમ કે તે પણ બીજને જમીનમાં છુપાવે છે. [સૂરહ હદીદ : ૨૦]
એવી જ રીતે કુફ્રનો એક બીજો શાબ્દિક અર્થ “ અપકાર ” (ના શુક્ર) પણ થાય છે. કુર્આનમાં અપકારી એટલે ના શુક્રી કરનારા માટે પણ આ શબ્દ વાપરવામાં આવ્યો છે. [સૂરહ નમ્લ : ૪૦]
અને આનો ત્રીજો શાબ્દિક અર્થ “ ઈનકાર કરવો તથા ન માનવું ” પણ થાય છે. આ જ અર્થમાં ઈસ્લામ નો ઈનકાર કરનાર તથા ઈસ્લામને ન માનનાર ને અરબી ભાષામાં કાફિર કહેવામાં આવે છે જેનો બિન અરબી ભાષામાં અર્થ બિન મુસ્લિમ જ થાય છે. એટલે કે બન્ને સમાનાર્થી શબ્દો છે કે ઈસ્લામને ન માનનાર ને અરબીમાં કાફિર અને બિન અરબીમાં બિન મુસ્લિમ કહેવામાં આવે છે.
વાસ્તવિકતા આ છે કે જો આ શબ્દના શાબ્દિક અર્થને ધ્યાનમાં લેવામાં આવે તો મુસલમાનો આ શબ્દનો પ્રયોગ ફક્ત દૃષ્ટિકોણની અભિવ્યક્તિ માટે કરે છે. ન કે દુશ્મનાવટ કે નફરતને ઉશ્કેરવા માટે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59