દુનિયામાં ઘણા લોકો રંગ, જાતિ, વતન અને ભાષાના આધારે વિભિન્ન જૂથો અને સમુદાયોમાં વિભાજિત છે. આ બધું દરઅસલ પરિચય માટે હતું, પરંતુ લોકોએ આને પોતાના અહંકાર અને અન્યની તુચ્છતાનો આધાર બનાવી દીધો. છેવટે લોકો જાતિવાદ અને પરિવારવાદ જેવા સમાજને બરબાદ કરનારા રોગમાં સપડાય ગયા.
હવે અહીં જરૂરત પડે છે એક એવી સૈદ્ધાંતિક સોચ અને મજબૂત ખયાલની જે લોકોને આ રોગથી રક્ષણ આપે. કેમ કે માનવ સોચ અને વિચાર માનવના વ્યવહારિક જીવન પર ખૂબ ઊંડો અસર છોડે છે. બલ્કે માનવીય પ્રક્રિયાઓ દરઅસલ તેની સોચ અને માનસિકતાનું પ્રતિબિંબ હોય છે. અને તે સોચ છે એકેશ્વરવાદ (તવહીદ) ની સોચ. જેનો મતલબ આ છે કે દરેક વસ્તુમાં એક અલ્લાહને જ સૃષ્ટિની દરેક વસ્તુનો સર્જક અને માબૂદ સમજવામાં આવે.
કેમ કે જ્યારે માનવી દરેક વસ્તુનો સર્જક, માલિક અને શાસક એક અલ્લાહ હોવાનો ખ્યાલ કરશે, તો તેનાથી માનવીય સમાનતાનો ખયાલ પેદા થશે. મતલબ કે જ્યારે આ અકીદો ધરાવશે કે દરેક વસ્તુનો સ્ત્રોત એક અલ્લાહ જ છે તો પછી તે ખયાલ આ સૂચવે છે કે દરેકને એક જ અલ્લાહે પેદા કર્યા છે તો પછી એક માનવી અન્ય માનવીથી અલગ કેમ હોય શકે..? જેવી રીતે એક જ પિતાના સંતાનો આપસમાં દરેક પોતાને ભાઈ બહેનથી કંઈક અલગ ખયાલ નથી કરતાં, બલ્કે એક જ સમાન હોવાનો ખયાલ કરે છે. ખબર પડી કે એકેશ્વરવાદ નો અકીદો વ્યવહારિક રીતે લોકોને જાતિવાદ થી મુક્તિ અપાવે છે.
આ જ કારણ છે કે ઈસ્લામમાં તવહીદ એટલે કે એકેશ્વરવાદ ના અકીદા ઉપર ખૂબ જ જોર આપવામાં આવ્યું છે. જેના લીધે મુસલમાનો માં જાતિવાદ નહિવત્ જોવા મળે છે. હાં મુસલમાનો માં જ્યાં એકેશ્વરવાદ કમજોર પડ્યું છે ત્યાં જાતિવાદ પણ જોવા મળી જાય છે.
આનાથી સ્પષ્ટ થાય છે કે ઈસ્લામ માનવ જીવન માટે એક વિકલ્પ નહીં, બલ્કે એક જરૂરત છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59