સૂરહ ફાતિહાની પહેલી ૪ આયતોની પ્રેરણાત્મક તફસીર

Ml Fayyaz Patel
0
   જ્યારે આપણે કોઈનાથી અજાણ હોય અને આપણી સામે તેનો સારો પરિચય આવે તો તરત દિલ તેના તરફ કેન્દ્રિત થાય છે અને તેમાં તેનું માન સન્માન આવી જાય છે અને ત્યારબાદ તેની વિશિષ્ટતાઓ, અને ખૂબીઓ સાંભળીએ તો તે માન સન્માન વધતું જાય છે. અહીં સુધી કે એક દરજ્જે જઈ દિલથી તેની પ્રશંસા થવા લાગે છે અને તે દિલ પોતાને તેની સામે સમર્પિત તથા તેને શરણે થઈ જાય છે.
   આ જ તરીકો સૂરહ ફાતિહામાં અપનાવવામાં આવ્યો છે કે સૌપ્રથમ અલ્લાહ તઆલા ના સમગ્ર સૃષ્ટિ અને જગતના પાલનહાર હોવાનો પરિચય આપવામાં આવ્યો જેનાથી સાંભળનાર નું દિલ તેના તરફ કેન્દ્રિત થાય છે અને દિલમાં આ પ્રકારનું સન્માન આવે છે કે તે કેવો શક્તિશાળી છે કે આખા જગતને પેદા પણ કર્યું અને તેનું પાલનપોષણ પણ કરે છે.
   ત્યારબાદ અલ્લાહ તઆલા ની વિશિષ્ટતાઓ નો ઉલ્લેખ કરતાં વર્ણન કરવામાં આવ્યું છે કે તે ભલે આખા જગતનો સર્જક અને સર્વશક્તિમાન છે. પરંતુ આવી સત્તા હોવા છતાં તે જાલિમ અને નિર્દય નથી બલ્કે ઘણો જ કૃપાળુ અને દયાળુ છે. આ વિશિષ્ટતા સાંભળનાર ના દિલમાં આવેલ સન્માન માં વધારો કરે છે કે શક્તિશાળી હોવા છતાં ન્યાય કરે છે.
   ત્યારબાદ બીજી વિશિષ્ટતાનું વર્ણન કરવામાં આવ્યું કે તે માત્ર ન્યાયી જ નહીં બલ્કે ન્યાયને પ્રસ્થાપિત પણ કરશે કે કોઈ તેના કૃપાળુ અને દયાવાન હોવાનું સમજી દુનિયામાં દૃષ્ટતા ન ફેલાવે કે મારી કોઈ દિવસ કોઈ પકડ જ નહીં કરે. બલ્કે તે શક્તિશાળી દુનિયામાં ગલત કામ કરનારાઓ ની પકડ પણ કરશે જેથી જેઓ સાથે દુનિયામાં અન્યાય થાય છે તેઓને ન્યાય મળી શકે.
   આ તે દરજ્જો છે જે સાંભળનાર ને મજબૂર કરી દે છે કે તે પોતાને આવા સર્જનહાર અને પાલનહાર ના હવાલે કરી આપે અને તેની જ આજ્ઞાકારી કરે. આ જ પરિસ્થિતિનું પ્રતિબિંબ દર્શાવતા કુર્આનની આ આયત રોશની પાડે છે કે અમે ફક્ત તારી જ ભક્તિ (ઈબાદત) કરીએ છીએ. અને તારાથી જ સહાયતા પણ માંગીએ છીએ.
   હવે જુઓ સૂરહ ફાતિહાની આ આયતોનો અનુવાદ. ઉપરનો લેખ ધ્યાનમાં રાખી નીચે આપેલ અનુવાદ પઢો. દિલમાં એક અજીબ કેફિયત પેદા થાય છે.
اَلۡحَمۡدُ لِلّٰهِ رَبِّ الۡعٰلَمِیۡنَ
બધા વખાણ અલ્લાહ તઆલા માટે જ છે જે આખા બ્રહ્માંડ નો પાલનહાર છે.
الرَّحۡمٰنِ الرَّحِیۡمِ
ઘણો જ દયાળુ અને કૃપાળુ છે.
مٰلِكِ یَوۡمِ الدِّیۡنِ
બદલા (કયામત) ના દિવસનો માલિક છે.
اِیَّاكَ نَعۡبُدُ وَ اِیَّاكَ نَسۡتَعِیۡنُ
(હે અલ્લાહ!) અમે માત્ર તારી જ ઈબાદત (પ્રાર્થના) કરીએ છીએ, અને માત્ર તારાથી જ મદદ માંગીએ છીએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)