લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે શબે બરાઅત માટે જે ગુસલ કરવામાં આવે છે તે ગુસલ પાણીમાં બોરડીના સાત પાંદડા નાખીને ઈબાદની નિય્યત સાથે કરવામાં આવે તો તે વ્યક્તિના બધા જ ગુનાહ માફ થઈ જાય છે.
શુદ્ધિકરણ :
ઉપરોક્ત વાત બિલકુલ બેબુનિયાદ અને મનઘડત છે. આવું કંઈ પણ સાબિત નથી. બલ્કે આ એક ગુનાહનું કામ છે. બોરડીના પાંદડા વડે ગુસલનું વર્ણન હદીષમાં છે પરંતુ તે મય્યિતને આપવા વિષે છે :
عَنْ أُمِّ عَطِيَّةَ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ : دَخَلَ عَلَيْنَا رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَنَحْنُ نَغْسِلُ ابْنَتَهُ , فَقَالَ : اغْسِلْنَهَا ثَلَاثًا أَوْ خَمْسًا أَوْ أَكْثَرَ مِنْ ذَلِكَ بِمَاءٍ , وَسِدْرٍ وَاجْعَلْنَ فِي الْآخِرَةِ كَافُورًا ، فَإِذَا فَرَغْتُنَّ فَآذِنَّنِي ، فَلَمَّا فَرَغْنَا آذَنَّاهُ فَأَلْقَى إِلَيْنَا حِقْوَهُ , فَقَالَ : أَشْعِرْنَهَا إِيَّاهُ ۔ (البخاری : ۱۲۳۴)
ઉપરોક્ત હદીષનો ખુલાસો આ છે કે મય્યિતને બોરડીના પાંદડા વડે ગુસલ આપવામાં આવે. અને તેનો હેતુ માત્ર સફાઈનો છે ન કે તેનાથી મય્યિતના ગુનાહ માફ થાય છે.
તે માટે શબે બરાઅત માટે ગુસલ કરવામાં બોરડીના પાંદડા નાખીને કરવું જરૂરી સમજવું તેમજ તેને ઈબાદતનો હિસ્સો સમજવો ગુનાહિત કામ છે. હાં ! કોઈ વ્યક્તિ કોઈ પણ દિવસ અથવા સમયને નક્કી અથવા જરૂરી સમજ્યા વગર માત્ર સફાઈના હેતુસર બોરડીના પાંદડા નાખીને ગુસલ કરે તો વાંધો નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59