રમઝાન તેમજ ઈદના ચાંદ વિષે લોકોમાં દર વર્ષે ખૂબ જ મુંઝવણો તેમજ મતભેદો જોવા મળે છે. તે માટે નીચે તેના વિષે માહિતી લખવામાં આવે છે.
શુદ્ધિકરણ :
સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે ચાંદ જોતી વખતે આસમાનની હાલત બે પ્રકારની હોય છે.
① આસમાન સાફ હોય એટલે કે વાદળોથી છવાઈ ગયું ન હોય :-
જ્યારે આસમાનની પરિસ્થિતિ આવી હોય ત્યારે રમઝાન તથા ઈદના ચાંદની સાબિતી માટે એટલી મોટી સંખ્યામાં લોકોનું ચાંદ જોવું જરૂરી છે કે તેઓને ચાંદ જોવા બાબત જુઠા ન કહી શકાય. એટલે કે ચાંદ જોનાર માણસોમાંથી લગભગ બધા જ પોતાનું ચાંદ જોવું બયાન કરે. હાં ! સિવાય તે લોકો જેઓ પોતાની આંખોની કમજોરીના કારણે ન જોઈ શકે.
② આસમાન સાફ ન હોય. એટલે કે વાદળોથી છવાઈ ગયું હોય :-
તો આવી પરિસ્થિતિ વખતે જો તે રમઝાનનો ચાંદ હોય તો માત્ર એક દીનદાર મર્દ અથવા સ્ત્રી પોતાના ચાંદ જોવાની ખબર આપે તો રમઝાન સાબિત થઈ જાય છે.
અને જો તે ચાંદ ઈદનો હોય તો " જમીઅતુ'લ્ મુસ્લિમીન " ના ઉલમાએ કિરામ સમક્ષ બે દીનદાર, શરીયતના પાબંદ મર્દ અથવા એક દીનદાર, શરીયતનો પાબંદ મર્દ અને એવી જ બે સ્ત્રીઓએ પોતાના ચાંદ જોવાની ગવાહી આપવી જરૂરી છે.
સારાંશ કે જો ઉપરોક્ત વર્ણવેલ વાત ધ્યાનમાં રાખવામાં આવે તો ઘણી મુંઝવણો આપોઆપ હલ થઈ જશે.
[ઝુબ્દતુ'લ્ ફતાવા ૪ / ૩૪૮]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59