ઈફતારની મસ્નુન દુવા વિષે એક તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં રમઝાનુ'લ મુબારકમા ઈફતારી વખતે પઢવામાં આવતી નિમ્ન લિખિત દુવા પણ ઘણી પ્રચલિત છે. અલલાહુમ્મ લક શુમ્તુ વ'બિક આમન્તુ વ'અલય્ક તવક્કલતુ વ'અલા રિઝકીક અફતરતુ ”
શુદ્ધિકરણ :
   આ દુઆ અબૂ દાવૂદ શરીફમાં સહીહ સનદ સાથે હદીસ શરીફથી સાબિત છે. (અબૂ દાવૂદ શરીફ : ૧/૩૨૨, હદીસ નંબર : ૨૩૫૮) પરંતુ તેમાં જે “ વ'બિક આમન્તુ વ'અલય્ક તવક્કલતુ ” શબ્દો બોલવામાં આવે છે તે કોઈ પણ હદીષમાં વર્ણવેલ મળતા નથી. મુલ્લા અલી કારીؒ અને મૌલાના આશિક ઈલાહી બુલંદ શહેરીؒ એ આ વધારાના શબ્દોને બેઅસલ કહ્યા છે. હદીષમાં માત્ર આટલી જ દુવા સાબિત છે :
“ અલલાહુમ્મ લક શુમ્તુ વ્ અલા રિઝકીક અફતરતુ ”
   તે માટે પૂરેપૂરી દુવા પણ પઢવામાં વાંધો તો નથી, પરંતુ પઢવામાં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ક્યા શબ્દો સુન્નતથી સાબિત છે અને ક્યા નથી.
[ફતાવા કાસિમીય્યહ : ૧૧/૪૬૬ & ઑનલાઇન ફતાવા દા.ઉ.દેવબંદ. Fatwa ID: 1518-1513/N=1/1436-U87]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)