૧પ મી શાબાન બાબત માત્ર ચાર વાતો સાબિત છે

Ml Fayyaz Patel
0
   ૧૫ મી શાબાનની રાત જેને આપણે શબે બરાતના નામે ઓળખીએ છીએ. આપણા સમાજમાં આ રાતને લઈને અમુક લોકો વધારે પડતી સીમા પાર કરી નાખે છે. ત્યારે અમુક લોકો બિલકુલ તેને નકારી કાઢે છે. અને બંન્ને વાત દુરુસ્ત નથી. જ્યારે કે એહલે સુન્નત વ'લ જમાઅતનો હંમેશા આવી બાબતોમાં અમલ મધ્યમમાર્ગનો અને મર્યાદિત પ્રમાણમાં રહ્યો છે.
   આ રાતમાં હદીષોથી માત્ર ચાર (૪) વાતો સાબિત છે જે નિમ્ન લિખિત છે.
(૧)➙ તે રાતમાં અલ્લાહ તઆલા જેટલી શક્તિ અર્પણ કરે તે પ્રમાણે ઘરોમાં એકલાંપણે ઈબાદત કરવી. એટલે કે મજ્લિસ લગાવવી, એક જગ્યાએ બધાએ ભેગા થવું વગેરેથી બચવું જોઈએ.
(૨)➙ તે દિવસે એટલે કે ૧૫ મી શાબાનના દિવસે રોજો રાખવો મુસ્તહબ છે. અને માત્ર તે જ દિવસે નહીં બલ્કે પહેલી શાબાનથી ૨૭ શાબાન સુધી રોજા રાખવાની ફઝીલત સાબિત છે.
(૩)➙ તે રાતમાં પોતાના માટે પોતાના સગા સંબંધી મર્હૂમો માટે અને પૂરી ઉમ્મતે મુહમ્મદી ﷺ માટે બક્ષીસની દુવા માંગવી જોઈએ. કબ્રસ્તાનમાં જવું જરૂરી નથી. ભલે રસુલુલ્લાહ ﷺ નું જવું સાબિત છે પરંતુ કોઈને ખબર ન પડે એ રીતે ગયા હતા. તે માટે જવામાં કોઈ વાંધો નથી પરંતુ ભેગા થઈને અને જરૂરી સમજીને ન જવું જોઈએ.
(૪)➙ જે બે વ્યક્તિ દરમિયાન અનબન (ઝઘડો) હોય તેમણે એકબીજા પાસે માફી માંગી લેવી જોઈએ. કેમકે અનબન લોકોની તે રાત્રે બક્ષિસ થતી નથી
   આ ચાર વાતો ઝ઼ઈફ (કમજોર) અહાદીષથી સાબિત છે. અને જ્યાં સુધી કોઈ મસ્અલહ્ માં ઝ઼ઈફ અહાદીષની વિરુદ્ધ કોઈ સહીહ હદીષ ન હોય ત્યાં ઝ઼ઈફ અહાદીષ પર અમલ કરવો જાઈઝ અને દુરુસ્ત છે. અને જો તેની વિરૂદ્ધ કોઈ સહીહ હદીષ મૌજુદ હોય તો તે ઝ઼ઈફ હદીષ પણ અમલ કરવો દુરુસ્ત નથી.
   અને અહીંયા શબે બરાતના વિષે બધી જ હદીષો ઝ઼ઈફ છે અને તેની વિરૂદ્ધ કોઈ સહીહ હદીષ પણ મૌજુદ નથી તે માટે શબે બરાતના મસ્અલહ્ માં ઝ઼ઈફ અહાદીષ પર અમલ કરવો દુરુસ્ત અને જાઈઝ છે. અને ઝઈફ અહાદીષથી કોઈ અમલનું વાજીબ કે ફર્ઝ હોવું સાબિત નથી થતું. બલ્કે માત્ર મુસ્તહબ હોવું સાબિત થાય છે. તે માટે ઉપરોક્ત ૪ વાતો મુસ્તહબ છે.
(ઈલ્મી ખુતબાત... ૨ / ૨૪૭ ...મુફ્તી સઈદ અહમદ સાહબ પાલનપુરી રહ. શૈખુ'લ હદીષ દારૂ'લ ઉલૂમ દેવબંદ)
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 Ghodi

Post a Comment

0Comments

Post a Comment (0)