બેશક માફી માંગવી ઘણું જ સારૂ કામ છે. પરંતુ તે લોકો પાસે માંગવી જોઈએ જેઓને આપણાથી તકલીફ પહોંચી હોય અથવા આપણાથી નારાજ હોય.
પરંતુ આજે આપણે માફી માંગવાને એક મજાક બનાવી દીધી છે. ખાસ કરીને શબે બરાઅતના દિવસોમાં કે જેમ તે દિવસ નજદીક આવે છે તેમ તેમ લોકોના માફીના મેસેજ પણ વધુ પ્રમાણમાં સોશલ મિડિયા પર પરિભ્રમણ કરવા માડે છે. જે અત્યંત ખોટું અને માફી (કે જેની કુર્આન અને હદીષમાં ઘણી ફઝીલતો આવી છે) ની મજાક કરવા સમાન છે.
કેમ કે સૌથી પહેલી વાત તો માફીના મેસેજ જે ગ્રૂપોમાં મોકલવામાં આવે છે તે ગ્રૂપના બધા સભ્યોને મેસેજ મોકલનાર ઓળખતો નથી હોતો. અને જો ઓળખતો પણ હોય તો પણ તેમની સાથે કોઈ અન સંબંધ નથી હોતો કે માફીની જરૂરત પડે. અને મોકલનાર પોતે પણ નથી લખતો બલ્કે એક વ્યક્તિ લખીને મોકલે છે અને તે મેસેજ બધા ગ્રૂપમાં વારાફરતી પરિભ્રમણ કરે છે. આનાથી ખબર પડે છે કે આ મેસેજ એક રીત રીવાજના તોર પર મોકલવામાં આવે છે. ન કે સાચા દિલથી. અને આને શરીયત બિલકુલ પસંદ નથી કરતું. તે માટે આવા મેસેજ શેયર કરવાથી બચવું જોઈએ.
બલ્કે જે વ્યક્તિ પાસે માફી માંગવી હોય અને મુલાકાત મુશ્કેલ હોય તો તેને પોતાના હાથથી લખી પર્સનલમાં માફી માંગવી જોઈએ. અને ફોન કૉલ મુમકીન હોય તો તેના વડે માંગવી જોઈએ કે આપણી ફીલીંગ સમજીને સામેવાળી દીલથી માફ કરે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59