લિબરલ ઈઝમ અને ફિમેનઈઝમ થી પ્રભાવિત ઘણા લોકોનું કહેવું છે મહિલાઓના પહેરવેશથી કોઈ ફરક નથી પડતો. બલ્કે પુરુષોની સોચથી ફરક પડે છે. ભલે મહિલા ટૂંકા કપડાં પહેરે અથવા અડધાથી ઉપર નગ્ન કપડાં પહેરે આનાથી કોઈ ફરક નથી પડતો, બલ્કે પુરુષોની સામાજિક કેળવણી એ રીતે કરવામાં આવે છે તેઓ મહિલાને જાતીય વસ્તુ (sex object) એટલે કે સેક્સની વસ્તુ તરીકે જુએ છે.
તેથી સમાજમાં પુરુષોની સોચને બદલવાની જરૂરત છે. ન કે મહિલાઓ ના પહેરવેશને.
વિશ્લેષણ :
આ તે લોકો છે જેઓ પોતાને રેશનાલિસ્ટ (બુદ્ધિશાળી) અને પોતાની વાતોને વિજ્ઞાનલક્ષી (Scientific) સમજે છે. જ્યારે કે વાસ્તવિક આ છે કે તેમના તરફથી કહેલી વાત કે મહિલાઓ ના પહેરવેશથી કોઈ ફરક નથી પડતો આ વાત પોતે અવૈજ્ઞાનિક (unscientific) છે.
આની વિગત આ છે કે એક પુરુષ મહિલાઓ ને જોઈ તેના તરફ આકર્ષાય છે. અને આકર્ષણ પુરુષોની સોચ અને સામાજિક કેળવણી ને લીધે નથી બલ્કે પુરુષને રચનાત્મક અને જૈવિક (biological) આ જ રીતે બનાવવામાં આવ્યો છે. અને આ બાબતમાં પુરુષ અને મહિલા બંન્નેમાં અંતર છે. મહિલા ગમે તે કપડાંમાં હોય પુરુષ તેની તરફ જરૂર આકર્ષાય છે. પરંતુ ટૂંકો પહેરવેશ અને અર્ધનગ્ન કપડાં આકર્ષણની સાથે જાતીય ઉત્તેજના નું કારણ પણ બની જાય છે.
આ જ કારણે ફિલ્મો, સિરિયલો, વિજ્ઞાપન, મેગેઝિન અને ઈન્ટરનેટ વગેરે પર મહિલાઓ ને નગ્ન અથવા અર્ધનગ્ન જોવા માટે પુરુષો અરબો ડોલર ખર્ચ કરી નાંખે છે. જ્યારે કે આની તુલનામાં મહિલાઓ પુરુષોને જોવા માટે આનાથી એક ટકો પણ ખર્ચ નથી કરતી. આવું કેમ..? રિસર્ચથી ખબર પડે છે કે પુરુષોમાં એક વિશિષ્ટ તાકત જોવા મળે છે જેને દ્રશ્ય શક્તિ (power of visual) કહેવામાં આવે છે. આનાથી મુરાદ તે જાતીય હરકત છે જે પુરુષોમાં મહિલાઓ ને જોવાથી ઉત્પન્ન થાય છે. આ જ અંતરને લીધે આકર્ષણ બાબત પુરુષોને મહિલાઓ ની જેમ લાગણીઓ ના જોડાણની જરૂરત નથી પડતી. બલ્કે કોઈ પણ પ્રકારના જોડાણ વગર તેની તરફ આકર્ષિત થાય છે. આનો જ ભરપૂર ફાયદો ઉઠાવતા વિજ્ઞાપન માં વધારે પડતો ઉપયોગ મહિલાઓ નો કરવામાં આવે છે.
આ જ અંતર અને કારણના લીધે ઈસ્લામ મહિલાઓ ને પડદાની પાબંદ બનાવે છે. એટલે કે ઉપરોક્ત વર્ણવેલ માહિતીથી આ સવાલનો પણ જવાબ મળી જાય છે કે પડદો ફક્ત મહિલાઓ ને જ કેમ..? પુરુષોને કેમ નહીં..? પરંતુ આનો મતલબ આ નથી કે પુરુષ મજબૂર છે અથવા મહિલા પુરુષોને જોઈ શકે છે. પડદો તો એક પ્લસ પોઈન્ટ છે હકીકતમાં બન્નેને એકબીજાથી નજરો નીચી રાખવાનો સરખો આદેશ અને હુકમ છે.
સારાંશ કે આ વાત કે મહિલાઓ ના પહેરવેશને કોઈ લેવાદેવા નથી,બલ્કે પુરુષોને પોતાની સોચ બદલવાની જરૂરત છે એક બિન તાર્કિક અને અવૈજ્ઞાનિક વાત છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59