લોકોમાં આ હદીષ પણ ખૂબ જ પ્રચલિત છે કે :
જ્યારે ૧૫ શાબાનની રાત હોય તો તે રાત્રે ઈબાદત કરો. અને દિવસે રોજો રાખો. એટલા માટે કે તે રાત્રે અલ્લાહ તઆલા સુરજ ડુબતી વખતે પહેલા આસ્માનમાં ઉતરે છે. અને કહે છે કે કોઈ છે મગફીરતનો ઈચ્છુક કે હું તેની મગફીરત કરું, છે કોઈ રોજીનો ઈચછુક કે હું તેને રોજી અર્પણ કરું, છે કોઈ મુસીબતમાં સપડાયેલ કે હું તેને કાર્યક્ષમતા અર્પણ કરું, શું કોઈ છે આવો...? શું કોઈ છે આવો...? અહીંયા સુધી કે સવાર થઈ જાય.
શુદ્ધિકરણ :
આ હદીષ ઘણી કમજોર છે. અને અમુકે તો તેને મનઘડત પણ કહી છે. તેની સનદમાં એક રાવી ઈબ્ને અબી સબૂરહ્ છે. હદીષની જાંચ પડતાલ અને શુદ્ધિકરણ કરનાર ઈમામોએ તેમની ઉપર વાંધો ઉઠાવ્યો છે. હાફિઝ ઈબ્ને હજ઼ર તકરીબમાં લખે છે કે ઉલમાએ તેની ઉપર હદીષો ઘડવાનો આરોપ લગાવ્યો છે. ઈમામ નસઈએ તેમને મતરૂક કહ્યો છે. ઈમામ અહમદ અને અબૂ હાતીમ કહે છે કે તે હદીષો ઘડતો હતો.
હઝરત શેખ યુનુસؒ સાહેબ જોનપૂરી આ હદીષ વિષે લખે છે કે... સનદમાં એક રાવી " ઈબ્ને અબી સબૂરહ્ " ઘણો કમજોર રાવી છે. અને તેની ઉપર જુઠી હદીષો બયાન કરવાનો તેમજ હદીષો ઘડવાનો આરોપ છે. અને જે રાવી પ્રત્યે આવા આરોપો હોય તો તેની રીવાયત ( હદીષ ) મુહદ્દીષીનના નિયમો પ્રમાણે મનઘડત હોય છે. અને જો કદાચ મનઘડત ન પણ કહીએ તો પણ આ હદીષ ઘણી જ કમજોર હોવાના કારણે ન આમાલ માં ચાલશે ન ફઝાઈલમાં.
તે માટે ઉપરોક્ત હદીષ શેયર કરવાથી અથવા બયાન કરવાથી બચવું જોઈએ.
[મવઝુઅ્ અહાદીષ સે બચીએ. મુફ્તી સઈદ અહમદ મજાદરી હફીઝહુલ્લાહ.]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59