સેહરીની દુવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
આ વાત પણ લોકોમાં ઘણી પ્રચલિત છે. કે નિમ્ન લિખિત દુવા સેહરી વખતે પઢવાની દુવા છે.
   “ નવયતુ અન અશુમ ગદન લિલ્લાહી તઆલા મિન ફર્ઝી શહરી રમઝાન ”
શુદ્ધિકરણ :
   સેહરી વખતની કોઈ પણ દુવા હદીષથી સાબિત નથી. અને ઉપરોક્ત જે દુવાના નામે લોકોમાં પ્રચલિત છે તે દુવા નથી બલ્કે અરબી ભાષામાં સેહરીની નિય્યત છે.
   તેમજ માણસે પોતાની આસાની પ્રમાણે જે પણ ભાષામાં નિય્યત કરવી હોય કરી શકે છે. બલ્કે નિય્યત દિલના ઈરાદાનું નામ છે. જુબાન વડે કહેવું પણ જરૂરી નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ નિય્યતની મજબૂતી માટે જુબાન વડે ઉપરોક્ત અરબી નિય્યત પઢે તો કોઈ વાંધો નથી. હાં ! તેને જ જરૂરી અથવા સુન્નત ન સમજે.
   સારાંશ કે ઉપરોક્ત વસ્તુ સહેરી વખતે નિય્યતના રૂપમાં પઢવામાં વાંધો નથી. પરંતુ આને જ જરૂરી કે સુન્નત સમજવામાં ન આવે. બલ્કે પોતાની માતૃભાષામાં પણ નિય્યત કરી શકાય છે કે હું અલ્લાહ માટે રોઝો રાખવા માટે સહેરી કરી રહ્યો છું. બલ્કે ફક્ત દિલમાં આ વસ્તુનું ધ્યાન હોવું જ કાફી છે, જુબાન દ્વારા ઉચ્ચાર પણ જરૂરી નથી. આનાથી વિશેષ વસ્તુ તો આ છે કે સહેરી વખતે ઉઠવું અને ખાવું દરઅસલ રોઝા માટે જ હોવાથી આ પ્રક્રિયા  જ રોઝેદારની નિય્યત માટે કાફી છે ભલે દિલમાં પણ ધ્યાન ન હોય.
   તેથી આ મામલામાં અતિશયોક્તિ (ગુલુ, મુબાલગા, Exaggeration) સાથે કામ લેવામાં સાવચેતી અપનાવવી જોઈએ.
[ફતાવા કાસિમીય્યહ : ૧૧/૪૬૬ & ઑનલાઇન ફતાવા દા.ઉ.દેવબંદ. Fatwa ID: 1518-1513/N=1/1436-U87]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)