માસિક બંધ થવા પર રોઝો રાખ્યા બાદ ડાઘા પડવા વિષે

Ml Fayyaz Patel
0
   રમઝાનના મહીનામાં સ્ત્રીઓ રોઝાને લઈને ત્યારે ઘણી મુંઝવણમાં જોવા મળે છે જ્યારે તેઓ માસિક બંધ થવા પર રોઝો રાખી મુકે છે, અને ત્યાર બાદ અડધા દિવસ પસાર થયા બાદ ડાઘા ફરીથી જોવા મળે છે.
   તો જો કોઈ સ્ત્રીને આ રીતનો સામનો થાય તો, શું કરવું જોઈએ, અથવા શું સમજવું જોઈએ..? નિમ્ન આ વિષે વિગતવાર માહિતી લખવામાં આવે છે.
વિશ્લેષણ :
   આ વિષે સૌથી પહેલા આ વાત જાણી લેવી જોઈએ કે જો માસિકના દિવસો નક્કી હોય કે દર મહિને ચોક્કસ ૭ દિવસ અથવા ૮ દિવસ આવે છે, હવે ઉપરોક્ત મસ્અલહ મુજબ દા.ત. કોઈ સ્ત્રીને ૭ દિવસ નક્કી છે, હવે તેણીએ ૭ દિવસ બાદ ગુસલ કર્યા બાદ રોઝો રાખ્યો અને અડધા દિવસ પછી અથવા એક દિવસ પછી ડાઘ પડ્યો તો જોવામાં આવે કે આ ડાઘ પડવાનું માસિકની મુદ્દત જે ૧૦ દિવસ છે તે પહેલા બંધ થઈ જાય છે અથવા દસ દિવસ પછી પણ ડાઘ પડવાનું ચાલું રહે છે, (ઉદાહરણ આપ્યા મુજબ ૭ દિવસ તો માસિક ના નક્કી છે, હવે બાકીના જે ત્રણ દિવસ છે તેમાં તે ડાઘા ત્રણ દિવસ માં બંધ થઈ જાય છે કે પછી ત્રણ દિવસ પછી પણ ચાલું રહે છે) તેની બે સૂરતો છે.
નંબર ૧ : જો તે ડાઘા ૧૦ દિવસ માં (ઉદાહરણ મુજબ બાકીના ત્રણ દિવસમાં) બંધ થઈ જાય તો આ નિશાની કહેવાશે આ વાતની કે તેણીની જે આદત ૭ દિવસની હતી તે બદલાઈ ને હવે જો આઠમાં દિવસે બંધ થાય તો આઠ દિવસની અને નવમાં દિવસે બંધ થાય તો નવ દિવસની આદત થઈ ગઈ છે.
★ પહેલી સૂરતનો હુકમ : તો આ સૂરતમાં તે બધા દિવસો માસિક ના ગણાશે જે બધા દિવસોએ માસિક આવ્યું અથવા ડાઘા પડ્યા, એટલે કે ૭ દિવસ આદતના પછી આઠમો અથવા નવમો દિવસ પણ. તે દિવસોના રોઝા અને નમાઝ સહીહ નહીં ગણાશે, અને તે દિવસોના રોઝાની પણ કઝા કરવાની રહેશે, તેમજ બંધ થવા પર ફરીથી ગુસલ પણ કરવામાં આવશે.
નંબર ર : બીજી સૂરત આ છે કે જો તે ડાઘા ૭ દિવસ જે નક્કી હતા તેનાથી વધીને માસિક ના ૧૦ દિવસ પૂર્ણ થયા બાદ પણ ચાલું રહે તો આ સૂરતમાં પહેલા મુજબ માસિક ની આદત ૭ દિવસ જ કહેવાશે, અને ત્યાર બાદ આવનાર લોહી તેમજ ડાઘા " ઈસ્તિહાઝ઼ા " એટલે કે બિમારીના લીધે આવેલું કહેવાશે.
★ બીજી સૂરતનો હુકમ : આ સૂરતમાં પહેલા મહિનાઓ મુજબ પહેલા ૭ દિવસ માસિકના કહેવાશે, ત્યાર બાદ ના દિવસો ઈસ્તિહાઝ઼ા કહેવાને લીધે ભલે લોહી આવ્યું હોય કે પછી ડાઘા પડ્યા હોય, તેમાં નમાઝો પણ પઢવાની રહેશે, અને રોઝા પણ રાખવાના રહેશે, અને નવેસરથી ગુસલ કરવાની પણ જરૂર નથી જો ૭ દિવસ પૂર્ણ થવા પર કરી લીધું હોય તો.
فَإِنْ لَمْ يُجَاوِزْ الْعَشَرَةَ فَالطُّهْرُ وَالدَّمُ كِلَاهُمَا حَيْضٌ سَوَاءٌ كَانَتْ مُبْتَدَأَةً أَوْ مُعْتَادَةً وَإِنْ جَاوَزَ الْعَشَرَةَ فَفِي الْمُبْتَدَأَةِ حَيْضُهَا عَشَرَةُ أَيَّامٍ وَفِي الْمُعْتَادَةِ مَعْرُوفَتُهَا فِي الْحَيْضِ حَيْضٌ وَالطُّهْرُ طُهْرٌ. هَكَذَا فِي السِّرَاجِ الْوَهَّاجِ. [الفتاوى الهندية ١ / ٣٧]
   તે માટે જો કોઈ સ્ત્રી સાથે આ મસ્અલહ પેશ આવે તો તેનો પહેલી સૂરત મુજબ તે દિવસનો રોઝો નહીં ગણાશે બલ્કે પછી તેની કઝા કરવાની રહેશે, અને બીજી સૂરત પેશ આવે તો તે દિવસનો રોઝો તેના માટે સહીહ છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)