રોઝેદાર ના મોઢાની દુર્ગંધ નો મતલબ

Ml Fayyaz Patel
0
એક હદીષમાં આવે છે કે :
خُلُوْفُ فَمِ الصَّائِمِ اَطْیَبُ عِنْدَ اللّٰهِ مِنْ رِیْحِ الْمِسْكِ
[બુખારી શરીફ : ૧૮૯૪]
રોઝેદારો ના મોઢાની દુર્ગંધ અલ્લાહ તઆલા ને કસ્તૂરી થી વધુ પ્રિય છે.
★ મોઢાની દુર્ગંધ નો મતલબ :-
   હદીષનો મતલબ બયાન કરનાર ઉલમાએ આના મતલબ માં આઠ મંતવ્યો રજૂ કર્યા છે, જેને મેં “ મુવત્તા ” (નામી કિતાબ) ની ગાઈડ માં વિગતવાર લખ્યા છે, પરંતુ મારા નજીક તે પૈકી ત્રણ મંતવ્ય પસંદીદા છે જે નીચે મુજબ છે :
   પહેલો આ કે અલ્લાહ તઆલા કયામતના દિવસે આ દુર્ગંધ નો બદલો અને ષવાબ ખુશ્બૂ દ્વારા અર્પણ ફરમાવશે, જે કસ્તૂરી કરતાં પણ વધુ શ્રેષ્ઠ અને દિમાગ ને તાજગી આપનાર હશે. આ મતલબ તો જાહેર છે અને તેમાં કોઈ પ્રકારની દૂરી પણ નથી, તેમજ “ દૂર્રે મન્સૂર ” (નામી કિતાબ) ની એક હદીષમાં આની માહિતી પણ છે. તે માટે આ નિશ્ચિત ના દરજ્જા માં છે.
   બીજો મંતવ્ય આ છે કે કયામતના દિવસે જ્યારે કબરમાં થી ઊઠીશું તો આ નિશાની હશે કે રોઝેદારના મોઢેથી એક ખુશ્બૂ જે કસ્તૂરી થી શ્રેષ્ઠ હશે તે આવશે.
   ત્રીજો મતલબ જે મારા અધૂરા અભિપ્રાય ના હિસાબે ઉપરોક્ત બન્નેથી ઉત્તમ છે, તે આ કે દુનિયામાં અલ્લાહ તઆલા ના નજીક તે દુર્ગંધનું મુલ્ય કસ્તૂરી ની ખુશ્બૂ કરતાં પણ વધારે પસંદ છે અને આ મુહબ્બત નો એક પ્રકાર છે, જેને પણ કોઈના થી મુહબ્બત અને સંબંધ હોય છે તેની દુર્ગંધ પણ પ્રેમી માટે હજાર ખુશ્બૂઓ થી વધારે શ્રેષ્ઠ હોય છે.
“ હે અંધ ગરીબ ! દુલ્હનની કસ્તૂરી નું શું કરીશ ”
“ અહમદ ﷺ ના વાળો થી જન્નતની ખુશ્બૂ લઈ લે ”
   મકસદ રોઝેદારની સંપૂર્ણ નજદીકી પ્રાપ્ત કરવી છે કે તે પ્રિય બની જાય છે. રોઝો અલ્લાહ તઆલા ની સૌથી પ્રિય ઈબાદતો પૈકી છે, આ કારણે ફરમાન પણ છે કે દરેક નેક કાર્યોનો બદલો ફરિશ્તાઓ દ્વારા આપવામાં આવે છે, પરંતુ રોઝાનો બદલો હું પોતે અર્પણ કરું છું, એટલા માટે કે તે ખાસ મારા માટે હોય છે, અમુક બુઝુર્ગો થી નકલ છે કે આ શબ્દ (أُجْزٰی بِهٖ) છે એટલે કે તેના બદલામાં હું પોતાની જાતને તેને અર્પણ કરું છું, અને મહેબૂબ મળે છે તેનાથી વધુ ઉચ્ચ દરજ્જો શું હોય શકે. એક હદીષમાં છે કે બધીજ ઈબાદતો નો દરવાજો રોઝો છે, એટલે કે રોઝાને લીધે દિલ પ્રકાશિત થઈ જાય છે, જેના લીધે દરેક ઈબાદત માં આકર્ષણ પેદા થાય છે, પરંતુ ત્યારે જ્યારે રોઝો પણ રોઝો હોય, માત્ર ભૂખ્યા તરસ્યા રહેવું મુરાદ નથી, બલ્કે આદાબના પાલન સાથે હોવું જોઈએ.
[ફઝાઈલે રમઝાન, લેખક : શેૈખુ'લ્ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહમતુલ્લાહિ અલયહિ]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)