ઈંશાની જમાત છોડનાર નું વિત્રની નમાઝ જમાત સાથે પઢવા વિષે

Ml Fayyaz Patel
0
   આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે રમઝાનમાં જે વ્યક્તિએ ઈંશાની નમાઝ જમાત સાથે ન પઢી હોય તેના માટે જાઈઝ નથી કે તે વિત્રની નમાઝ જમાત સાથે પઢે.
   બલ્કે તેણે જોઈએ કે વિત્રની નમાઝ ઈમામ પાછળ નહીં, બલ્કે એકલાં પઢવામાં આવે.
શુદ્ધિકરણ :
   આ વિષે ઉલમાના બે પ્રકારના મંતવ્યો (વાતો) જોવા મળે છે. અમુક ઉલમા કહે છે કે જે વ્યક્તિએ ઈંશાની નમાઝ જમાત સાથે ન પઢી હોય તેના માટે જાઈઝ નથી કે તે વિત્રની નમાઝ જમાત સાથે પઢે.
   જ્યારે કે અન્ય ઉલમા આને જાઈઝ કહે છે અને લખે છે કે આવા વ્યક્તિનું વિત્રની નમાઝ જમાત સાથે પઢવામાં કોઈ વાંધો નથી. અને આ જ મંતવ્ય (વાત) વધારે સહીહ છે.
حلبي صغير :
وإذا لم يصل الفرض مع الإمام قيل: لا يتبعه في التراويح ولا في الوتر، وكذا إذا لم يصل معه التراويح لا يتبعه في الوتر، والصحيح أنه يجوز أن يتبعه في ذلك كله.
   સારાંશ કે ઈંશાની જમાત છોડનાર વ્યક્તિનું વિત્રની નમાઝ જમાત સાથે પઢવામાં કોઈ વાંધો નથી.
[ફતાવા દા.ઉ. દેવબંદ, ફતાવા બિન્નોરીયા, ઈસ્લાહે અગ્લાત]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)