ખાસ રમઝાન માં ફેલાવવામાં આવતો એક મોટો ફિત્નો

Ml Fayyaz Patel
0
   સામાન્ય દિવસોમાં તો ઠીક, ખાસ રમઝાન માં પણ અમુક તથાકથિત (નામનિહાદ) જ્ઞાની લોકો તરફથી એક ફિત્નો ખૂબ જ ફેલાવવામાં આવી રહ્યો છે અને મુસલમાનો દરમિયાન વિખવાદ અને અરાજકતા ફેલાવી આ મુબારક અને પવિત્ર માસમાં મુસ્લિમ વિદ્ધાનોથી નફરત પેદા કરવાનું નાપાક કૃત્ય કરવામાં આવી રહ્યું છે.
   તે ફિત્નો આ છે કે ૧ + ૧ = ૨ હદીષો પઢી સોશિયલ મીડિયા પર આ વાતો ફેલાવવામાં આવે છે કે મુસલમાનો અત્યાર સુધી ગલત નમાઝ પઢતા આવી રહ્યા છે, અને વિત્રની નમાઝ પણ ગલત રીતે પઢવામાં આવી રહી છે, રફે યદૈન વગર નમાઝ બિલકુલ માન્ય નથી, તરાવીહ ૨૦ નહીં, ફક્ત આઠ રકાત છે વગેરે વગેરે ઘણી વાતો મુસલમાનો દરમિયાન ફેલાવી મુસલમાનો ને પોતાની ઈબાદત બાબત શંકાશીલ બનાવવામાં આવી રહ્યા છે. જાણે ૧૪૦૦ વર્ષના ઈતિહાસમાં મુસલમાનો ત્યારથી અત્યાર સુધી દરેક ઈબાદત ગલત રીતે કરતાં આવી રહ્યા હતા. એ તો ભલું થાય તેઓનું કે છેલ્લી એક સદીથી હવે ઈબાદત નો સહીહ તરીકો ઉમ્મત સુધી તેઓ પહોંચાડી રહ્યા છે.
 આ ફિત્નાથી બચવા માટેની એક સૈદ્ધાંતિક વાત 
   ખાસ રમઝાનમાં આ જે ફિત્નો ફેલાવવામાં આવે છે અને મુસલમાનો ને શંકાશીલ બનાવવામાં આવે છે તેનાથી બચવા માટે આ બાબત એક સૈદ્ધાંતિક વાત યાદ રાખવી જોઈએ અને તેને ખૂબ સારી રીતે સમજી લેવી જોઈએ. ઈંશા અલ્લાહ આ ફિત્નાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશો.
   “ ઉલમાએ કુર્આન અને હદીષોને સામે રાખી તેમનું ઊંડાણપૂર્વક અધ્યયન કરી સિદ્ધાંતના રૂપમાં અમુક નિયમો ઘડ્યા છે. હવે જે પણ ઈબાદત બાબત હદીષો વિવિધતા સાથે મોજૂદ હોય છે તેમાં એક આલીમ તે ઘડેલા નિયમોની મદદથી તેનો ઉકેલ લાવવાની કોશિશ કરતાં જ્યાં જરૂરત પડે ત્યાં અર્થઘટન કરી, અથવા જ્યાં જરૂરત પડે ત્યાં એકને અન્ય પર પ્રાથમિકતા આપી અથવા જ્યાં જરૂરત પડે ત્યાં તેને સંદર્ભના હિસાબે યોગ્ય અર્થ આપી એક મસ્અલહ પ્રસ્થાપિત કરે છે.”
   આ રીતે ઉલમા તરફથી જે નિયમો ઘડવામાં આવ્યા તે નિયમો ચાર રૂપમાં ઉમ્મત સામે આવ્યા. હન્ફી રૂપમાં, માલિકી રૂપમાં, શાફઈ રૂપમાં, અને હમ્બલી રૂપમાં. અને આ ચારેય આખી દુનિયાના ખૂણે ખૂણામાં ખૂબ ફેલાયા. સ્વાભાવિક છે કે આ ચારેયના નિયમોમાં વિવિધતા આવવાને લીધે પ્રસ્થાપિત મસ્અલહ પણ ઉમ્મતના દરમિયાન મતભેદ સાથે સામે આવ્યો.
   હવે જે વ્યક્તિ જે સમૂહને અનુસરે છે તેના નિયમોના હિસાબે પ્રસ્થાપિત મસાઈલનું અનુકરણ કરી તેના પર અમલ કરે છે જ્યાં અન્ય ત્રણ સમૂહ તેને ગલત નથી કહેતા, બલ્કે તે વ્યક્તિને તેના પોતાના સમૂહના નિયમોના હિસાબે સહીહ સમજે છે. જેમાં કોઈ લડાઈ ઝઘડા જેવી કે સહીહ ગલતની ચર્ચા ન હતી.
   પરંતુ છેલ્લી એક સદીમાં અગ્રેજોના યુગમાં ઉદ્ભવેલ એક સમૂહે આ બાબત અતિશયોક્તિ (ગૂલૂ, Exaggeration) થી કામ લેતાં એક વિષયની વિવિધ હદીષો પૈકી એક હદીષ લઈ અન્ય હદીષોનો ઝઈફ કહી ઈનકાર કરનારાએ આ બાબત ખૂબ સખતાઈ કરી મુસલમાનો દરમિયાન આ એકતાને મતભેદ નો ભોગ બનાવી વિખવાદ અને અરાજકતા નો માહોલ ઊભો કરી દીધો. જેને આજે આપણે નિહાળી રહ્યા છે.
   સારાંશ કે ઉપરોક્ત ઉલમા મસાઈલ પ્રસ્થાપિત કેવી રીતે કરે છે તે વિષેની સૈદ્ધાંતિક વાત સામે રાખવામાં આવે અને ખૂબ સમજવામાં આવે તો ઈંશા અલ્લાહ આ ફિત્નાથી સંપૂર્ણપણે બચેલા રહીશું.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)