શરીયતમાં લોકોની આસાની માટે સફરમાં રોઝો ન રાખવાની ઈજાઝત આપેલી છે. પરંતુ અમુક લોકો સંપૂર્ણપણે રોઝો ન રાખવાનું સમજી બેઠા છે. જ્યારે કે મસ્અલહ્ સંપૂર્ણપણે આ રીતે નથી જેની વિગત નીચે મુજબ છે.
સ્પષ્ટીકરણ :
રમઝાનમાં સફર કરવાના બે (૨) પ્રકાર છે. અને બંન્નેના હુકમ અલગ અલગ છે :
- સફરની શરૂઆત સહેરી પહેલા થઈ ગઈ હોય, અથવા સફર દરમિયાન સહેરીનો વખત થઈ જાય.
- સફરની શરૂઆત સહેરી કરી લીધા બાદ (દિવસમાં) થાય. તે પહેલાં તે મુસાફિર ન હોય.
અને બીજા પ્રકારની પરિસ્થિતિમાં રોઝો ન રાખવાની ઈજાઝત નથી, બલ્કે રોઝો રાખવો જરૂરી છે.
منها السفر الذي یبیح الفطر، وهو لیس بعذر في الیوم الذي أنشأ السفر فیه، کذا في الیاثیة، فلو سافر نهارًا، لا یباح له الفطر في ذلك الیوم وإن أفطر لا کفارة علیه بخلاف ما لو أفطر، ثم سافر کذا في محیط السرخسي. (الفتاوی الہندیة: ۱/۲۶۹، الباب الخامس في الإعذار التي تبیح الإفطار، ط: اتحاد، دیوبند)
સારાંશ કે ઉપરોક્ત વર્ણવેલ માહિતીને ધ્યાનમાં રાખી આ બાબત જે ગલતી થાય છે તેનાથી બચવું જોઈએ.
[મુહક્કક, મુદલ્લલ, જદીદ મસાઈલ : ૨ / ૧૩૬]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59