રમઝાન અડધી થઈ ગયા પછી એક પોસ્ટ " ઈમામે કાબાની તજવીજ " ના શીર્ષક હેઠળ ખૂબ પરિભ્રમણ કરે છે અને લોકો પુછે છે કે તેમાં બતાવેલ અમલની શું વાસ્તવિક્તા છે..? જે અમલ નીચે મુજબ છે.
રમઝાન કે આખરી દસ દીન મેં તીન કામ જરૂર કરેં.
- હર રાત ૧ રૂપિયા ખૈરાત કરેં.
અગર ઉસ રાત શબે કદ્ર હોગી તો ૮૪ સાલ ખૈરાત કરનેકા ષવાબ મીલેગા.
- હર રાત દો રકાત નમાઝ પઢે.
અગર ઉસ રાત શબે કદ્ર હોગી તો ૮૪ સાલ કી ઈબાદત કા ષવાબ મીલેગા.
- હર રાત તીન બાર સૂરહ ઈખલાસ પઢેં.
અગર ઉસ રાત શબે કદ્ર હોગી તો ૮૪ સાલ એક કુર્આન પઢને કા ષવાબ મીલેગા.
શુદ્ધિકરણ :
ઉપરોક્ત બતાવવામાં આવેલ અમલ હદીષથી આ ખાસ દિવસોમાં પાબંદી સાથે કરવો સાબિત તો નથી. પરંતુ તેના પર અમલ કરવામાં કોઈ વાંધો નથી.
કેમ કે તેમાં નેકીયો કમાવવાની એક રીત અને સહેલો ઉપાય બતાવવામાં આવ્યો છે. કે શબે કદ્રમાં ઈબાદતનો ષવાબ એક હજાર મહીના એટલે કે ૮૪ વર્ષથી પણ વધારે ઈબાદત કરવાનો મળે છે જેમ કે કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે :
لَیۡلَةُ الۡقَدۡرِ ۬ ۙ خَیۡرٌ مِّنۡ اَلۡفِ شَهْرٍ.
[સૂરએ કદ્ર : ૩]
કદ્રની રાત હજાર મહિનાઓ થી શ્રેષ્ઠ છે.
અને હદીષોમાં બતાવ્યા મુજબ શબે કદ્ર છેલ્લા દસ દિવસોમાં હોય છે, તો સ્વભાવિક છે કે જ્યારે કોઈ વ્યક્તિ છેલ્લા દસ દિવસ પાબંદી સાથે ઉપરોક્ત ત્રણ કામ કરશે તો તેમાં એક રાત કદ્રની પણ હશે તો આ મુજબ જ્યારે તે ત્રણ કામ શબે કદ્રમાં પણ થશે તો તેને તે કામો ૮૪ વર્ષ કરતાં પણ વધારે કરવાનો ષવાબ મળશે.
પરંતુ આ વાત પણ ખૂબ ધ્યાનમાં રાખવામાં આવે કે આ કામોને આ દિવસો સાથે ખાસ અને જરૂરી સમજીને કરવામાં ન આવે. તેમજ તેના સિવાયના નેક કામો કરવામાં પણ ૮૪ વર્ષથી વધારે ઈબાદનો ષવાબ મળશે, તે માટે ઉપરોક્ત બતાવ્યા સિવાય બીજા નેક કામો પણ કરવામાં વાંધો નથી, બલ્કે કરવા જોઈએ.
સારાંશ કે ઉપરોક્ત બતાવ્યા મુજબ અમલ કરવામાં વાંધો નથી, બલ્કે અમલ કરવો જ જોઈએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59