તરાવીહના એક સજ્દહ્ પર ૧૫૦૦ નેકીના મળવા વિષે હદીષની તહકીક

Ml Fayyaz Patel
0
   તરાવીહની ફઝિલત બાબત આ એક હદીષ પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે :
   જે વ્યક્તિ રમઝાનની રાત્રે (તરાવીહ ની) નમાઝ પઢે છે તેને એક સજ્દહ્ પર ૧પ૦૦ નેકી મળે છે. અને તેના માટે જન્નતમાં યાકુતનું એક ઘર બનાવવામાં આવે છે જેના ૭૦,૦૦૦ દરવાજા હશે. અને દરેક દરવાજા પર એક સોનાનો મહેલ હશે જે યાકુત વડે સજાવવામાં આવ્યો હશે.
   જ્યારે તે પહેલો રોઝો રાખે છે તો અલ્લાહ તઆલા તેના બધા ગુન્હા માફ કરી દે છે. અને ફરિશ્તા તેના માટે સવારની નમાઝથી લઈ સૂર્ય આઠમતા સુધી મગફિરતની દુવા માંગે છે. અને તેણે રમઝાનમાં રાત દિવસ કરેલા દરેક સજ્દહ્ પર એક ઝાડ ઉઘાડવામાં આવે છે જેનો છાંયડો એટલો લાંબો કે પ૦૦ વર્ષ સુધી સવાર સવારી કરી શકે.
શુદ્ધિકરણ :
   આ હદીષ ઈમામ બયહકીએ “ શીઅ્બુ'લ ઈમાન ” માં બયાન કરી છે. પરંતુ આ હદીષ પણ મનઘડત છે. (અ'ઝ્ઝઈફહ્ : ૫૪૬૯ લિ'લ્ અલ્બાની)
   બેશક તરાવીહ ની નમાઝ ઘણી ફઝિલત છે. પરંતુ તેના માટે જરૂરી નથી કે હદીષો ઘડવામાં આવે. તેથી ઉપરોક્ત હદીષ બયાન કરવા બાબત સાવચેતી અપનાવવી જોઈએ.
[તન્બિહાત : ૨૦૯]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)