છેલ્લા જમાનામાં લોકો માત્ર રમઝાન માસમાં જ ઈબાદત કરશે હદીષની તહકીક

Ml Fayyaz Patel
0
આ હદીષ પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે :
   “ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે મારી ઉમ્મત પર એક જમાનો એવો આવશે કે આલીમો ની ઓળખ સારા પહેરવેશથી થશે, કુર્આનની ઓળખ સારા અવાજથી થશે. તેઓ માત્ર રમઝાન માસમાં ઈબાદત કરશે. જ્યારે તેમની અંદર આ ખરાબીઓ પેદા થશે તો અલ્લાહ તઆલા તેમની ઉપર એવા બાદશાહ નિયુક્ત કરશે જેમની પાસે ન જ્ઞાન હશે, ન નમ્ર સ્વભાવ હશે અને ન પ્રજા પર રહમ કરશે.”
શુદ્ધિકરણ :
   આ હદીષ એહલે સુન્નત વ'લ્ જમાઅતની કોઈ પણ હદીષની કિતાબમાં વર્ણવેલ મળતી નથી.
   હાં ! શીયોની કિતાબ " જામીઉ'લ્ અબરાર " માં સનદ વગર વર્ણવેલ મળે છે. અને તેઓની પરિસ્થિતિ તો આવી છે કે તેમને ત્યાં ન હદીષની સનદની પરવા છે ન સહીહ, ગલતની પરવા છે. તે માટે આ હદીષ પર સાબિત ન હોવાનો હુકમ લાગશે.
   તે માટે ઉપરોકત વાત ની નીસ્બત રસુલુલ્લાહﷺ ની તરફ કરીને બયાન કરવી જાઈઝ નથી.
[તન્બિહાત સિલસિલા નંબર :- ૧૧૭]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)