સોશિયલ મિડિયા પર આ વાત પણ વધુ પ્રમાણમાં પરિભ્રમણ કરી રહી છે કે રમઝાન માસના છેલ્લા જુમ્આમાં કઝ઼ાએ ઉમરીના નામથી એક ખાસ પ્રકારની નમાઝ પઢવાથી તે ભુતકાળમાં છૂટેલી બધી નમાઝો માટે કફ્ફારહ્ બની જશે.
શુદ્ધિકરણ :
ઉપરોક્ત વાતની નિસ્બત હદીષ તરફ કરવામાં આવે છે જ્યારે કે હદીષની વિશ્વાસનીય કિતાબોમાં આવી કોઈ પણ હદીષ સાબિત કે મોજૂદ નથી. બલ્કે આ એક મનઘડત અને બેબુનિયાદ વાત છે. જ્યારે કે સહીહ હદીષમાં ઉપરોક્ત વાતની વિરુદ્ધ વાત રસુલુલ્લાહﷺ એ ફરમાવી છે કે :
مَنْ نَامَ عَن صَلَاةٍ أَوْ نَسِيَهَا فَلْيُصَلِّهَا إِذَا ذَكَرَهَا، لَا كَفَّارَةَ لَهَا إِلَّا ذَلِكَ
[صحيح البخاري، مواقيت الصلاة 597، صحيح مسلم، المساجد ومواضع الصلاة 684]
જે વ્યક્તિનિ નમાઝ સુવાના અથવા ભૂલી જવાના કારણે છૂટી જાય તો તેને કફ્ફારહ્ ની માત્ર આ એક જ રીત છે કે તેને જ્યારે યાદ આવે ત્યારે પઢી લે.
તે માટે ઉપરોક્ત વાતની નિસ્બત રસુલુલ્લાહ ﷺ તરફ કરવી, તેમજ તેને સાચું માનીને તે રીતે નમાઝ પઢવી નાજાઈઝ તેમજ ગુનાહને પાત્ર કામ છે.
[માખૂઝ અઝ્ : અહાદીષે મશ્હૂરહ્ કી તહકીક, શેખ મુહમ્મદ તલ્હા મનિયાર]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59