રમઝાનનો મહિનો સારી રીતે પસાર થવાથી આખુ વર્ષ સારી રીતે પસાર થાય છે હદીષની તહકીક

Ml Fayyaz Patel
0
લોકોમાં આ હદીષ પણ ઘણી પ્રચલિત છે :
   “ જો રમઝાનનો મહિનો સારી રીતે પસાર થાય તો આખુ વર્ષ સારી રીતે પસાર થાય. અને જો જુમ્આનો દિવસ સારી રીતે પસાર થાય તો આખુ અઠવાડિયું સારી રીતે પસાર થાય છે.”
શુદ્ધિકરણ :
   ઉપરોક્ત હદીષને ઈમામ અબૂ નુઐમ અસ્ફહાનીએ હઝરત આઈશા રદી. થી બયાન કરી છે. પરંતુ પ્રખ્યાત મુહદ્દીષીન હાફિઝ ઈબ્ને અદી, અલ્લામહ્ ઈબ્ને જવ્ઝી, હાફિઝ શવકાની વગેરેએ આ હદીષને ઘણી વધારે કમજોર બલ્કે મનઘડત પણ કહી છે.
   તે માટે ઉપરોક્ત હદીષ રસુલુલ્લાહﷺ ની તરફ નિસ્બત કરી બયાન કરવી જાઈઝ નથી.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨ / ૨૧૯]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)