તરાવીહની દુવામાં અઝ઼મત (عَظَمَةٌ) પઢવામાં આવતા શબ્દ વિષે

Ml Fayyaz Patel
0
   રમઝાનુ'લ મુબારક શરૂ થતા આ મેસેજ પણ લોકોમાં પરિભ્રમણ કરવા માંડે છે કે : તરાવીહની દુવામાં અઝ઼મત નો જે શબ્દ આવે છે તેમાં ઝોય (ظ) ને ઝબર (ظَ) સાથે પઢવું જોઈએ. તેના ઉપર જઝ્મ (ظْ) પઢવાથી ભાવાર્થ બદલાઈ જાય છે. કેમકે જો તેના ઉપર ઝબર પઢીશું તો ભાવાર્થ મહાનતા થાય છે. જ્યારે કે જઝ્મ સાથે પઢવાથી તેનો ભાવાર્થ હાડકું થઈ જશે જે અા દુવામાં અલ્લાહ તઆલાની પ્રતિષ્ઠાની બિલકુલ વિરુદ્ધ છે.
શુદ્ધિકરણ :
   આ વાત તો બિલકુલ સાચી છે કે ઉપરોક્ત શબ્દને ઝબર સાથે પઢવામાં તેનો ભાવાર્થ મહાનતા અને જઝ્મ સાથે પઢવામાં તેનો ભાવાર્થ હાડકું થાય છે.
   પરંતુ અરબી ભાષાના નિયમોનું વાંચન કરવાથી ઉપરોક્ત દુવામાં ઝોય (ظ) ને જઝ્મ સાથે (જેમકે અવામ પઢે છે) પઢવાની પણ ઈજાઝત નીકળી આવે છે અને ભાવાર્થ પણ નહીં બદલાય. કારણ કે અરબી ભાષામાં એક નિયમ આ પણ છે કે... જ્યારે કોઈ શબ્દ ત્રણ કે તેનાથી વધુ હુરૂફનો હોય અને દરેક હરફ પર હરકત (ઝબર,ઝેર અને પેશ) હોય જેને ઈલ્મની પરિભાષામાં તવાલિ-યે હરકાત કહેવાય છે. તો પઢવામાં આસાની માટે તે શબ્દના બીજા નંબરના હરફ પર જઝ્મ લગાવવો જાઈઝ છે. અને આવું કરવાથી ભાવાર્થમાં પણ કોઈ ફરક નહીં પડે. [અ'ન્ નહ્વુ'લ્ વાફી :૧ / ૧૯૯]
   અને અવામ જે પઢે છે તે ઉર્દુના ઉચ્ચારથી પ્રભાવિત થઈને અને આસાની માટે પઢે છે. અને આવું પઢવું અરબી ભાષાના નિયમ મુજબ પણ જાઈઝ છે.
   તે માટે ભલે શ્રેષ્ઠ ઝબર સાથે પઢવું છે પરંતુ જઝ્મ સાથે પણ પઢવું જાઈઝ છે.
[દારૂ'લ ઈફ્તા : જામીઅહ્ ઉલૂમે ઈસ્લામીય્યહ્ અલ્લામહ્ મુહમ્મદ યુસુફ બિન્નોરી ટાઉન]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)