કેટલાય લોકો ને રોઝાની હાલતમાં દાંતોમાં થી લોહી નિકળતું રહે છે, અને તેઓ રોઝાને લઈને મુંઝવણ અનુભવતા જોવા મળે છે, તો આ વિષે નિમ્ન વિગતવાર માહિતી લખવામાં આવે છે.
શુદ્ધિકરણ :
સૌથી પહેલા આ વાત જાણી લેવી જોઈએ કે રોઝાની હાલતમાં દાંતોમાં થી નિકળતું લોહી ગળાથી નીચે ન ઉતરવા ની સૂરતમાં રોઝા પર કોઈ અસર પડશે નહીં, એટલે કે રોઝો તૂટશે નહીં.
અને જો તે લોહી થૂંક સાથે મળીને ગળાની નીચે ઉતરીને પેટમાં પહોંચી જાય તો તે લોહીનું પેટમાં પહોંચવા ની બે સૂરતો છે.
- લોહીં થૂંકની તુલનામાં ઓછું હશે, એટલે કે લોહીં ઓછું હોય અને થૂંક વધારે હોય.
★ હુકમ : આ સૂરતમાં રોઝો તૂટશે નહીં.
☜ الدم إذا خرج من الأسنان ودخل الحلق إن کانت الغلبة للبزاق لا یفسد صومه.
- લોહીં થૂંકની તુલનામાં વધારે હશે, એટલે કે લોહીં વધારે અને થૂંક ઓછું હોય અથવા બંન્ને બરાબર હોય.
★ હુકમ : આ સૂરતમાં રોઝો તૂટી જશે.
☜ وإن کانت الغلبة للدم فسد صومه، وإن کان علی السواء فسد صومه احتیاطاً. [فتاوى هندية : ١ / ٢٠٣ ؛ المحيط البرهان : ٢ / ٥٥٧]
✰ ફાયદો :- લોહીં થૂંક કરતાં ઓછું છે કે વધારે...? એની જાણકારી નો દારોમદાર સ્વાદ પર છે કે ગળામાં ઉતરતી વખતે સ્વાદ માત્ર થૂંકનો જ હોય લોહીં નો ન હોય તો આ નિશાની છે આ વાતની કે થૂંક વધારે અને લોહીં ઓછું છે, અને જો લોહીનો સ્વાદ આવે તો આ નિશાની ગણાશે લોહીં થૂંક ની તુલનામાં વધારે હોવાનો.
☜ فإن غلب الدم أو تساویا فسد وإلا لا، إلا إذا وجد طعمه بزازیة.
[درمختار : ۳ / ۳۶۷، ۳۶۸]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59