આ હદીષ પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે હઝરત મૂસાؐ એ એક વખત અલ્લાહ તઆલાને કહ્યું કે : હે મારા પાલનહાર ! તમે મને તમારી સાથે પ્રવક્તા વગર વાત કરવાનું સન્માન આપ્યું. તો શું મારા સિવાય બીજા કોઈને પણ તમે આ સન્માન આપ્યું છે..?
અલ્લાહ તઆલાએ કહ્યું ! હે મૂસા છેલ્લે એક ઉમ્મત આવશે. જે ભુખ્યા અને તરસ્યા હોવાની પરિસ્થિતિમાં ઈફતારી વખતે દુવા માંગશે. હે મુસા ! તારી સાથે વાત કરતી વખતે આપણા બંન્નેની વચ્ચે ૭૦,૦૦૦ પડદા હોય છે. પરંતુ તે વખતે મારી અને તે ઉમ્મતે મુહમ્મદીય્યહ્ ﷺ ની દુવા વચ્ચે કોઈ પરદો નહીં હોય.
શુદ્ધિકરણ :
આ હદીષ મનઘડત છે. અને કોઈ પણ વિશ્વાસપાત્ર કિતાબોમાં લખેલ મળતી નથી.
તે માટે ઉપરોક્ત હદીષની રસુલુલ્લાહﷺ તરફ નિસ્બત કરી બયાન કરવી જાઈઝ નથી.
[તન્બિહાત : સફા / ૨૧૧]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59