બાળકોની રોઝો ખોલવાની રસમનો હુકમ

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ વાત પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે કે રમઝાનુ'લ મુબારકના મહિનામાં બાળકોને રોઝહ્ રખાવે છે. અને પછી રોઝહ્ ખોલવાની અને ઈફતાર કરાવવાની રસમનું ધામધુમથી અને પ્રબંધપૂર્વક આયોજન કરે છે. અને પોતાના ઘરોમાં અનેકાનેક બિનજરૂરી વસ્તુઓનો ઈહ્તિમામ (પ્રબંધ) કરે છે. 
શુદ્ધિકરણ :
   આ વસ્તુની શરીયતમાં કોઈ અસલ (આધાર અને પ્રમાણ) નથી. હાં ! બાળકોનાં દિલ ખુશ કરવા માટે અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રોજિંદા ક્રમની સરખામણીમાં ઈફતારીમાં અમુક વાનગીઓનો થોડોક વધારો કરી લેવામાં આવે તો કશો વાંધો નથી.
     એવી જ રીતે આજકાલ સોશિયલ મીડિયા નો યુગ હોવાથી હવે સોશિયલ મીડિયા પર આનો પ્રચાર તેમજ તેની તસવીરો અપલોડ કરી શુભેચ્છાઓ ની માંગણી કરવામાં આવે છે જે સરાસર ખોટું અને છોડવાને પાત્ર અમલ છે.
   તે માટે આ રીતની રસમો થી આ રમઝાન જેવા પવિત્ર મહિનામાં બચવાની ખૂબ જ જરૂર છે.
[અ'લ મસાઈલુ'લ મુહિમ્મહ્ : ૬ / ૧૨૧]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)