લોકોમાં આ વાત પણ ઘણી પ્રચલિત છે કે :
રમઝાનનો પહેલો અશરહ્ રહમતનો છે. તે માટે આ દુવા વધુ પ્રમાણમાં પઢવી જોઈએ.
રબ્બિ'ગ્ ફિર્ વ'ર્ હમ્ વ'અન્ત ખયરૂ'ર્ રૉહિમીન
બીજો મગ્ફિરતનો છે. માટે આ દુવા વધુ પ્રમાણમાં પઢવી જોઈએ.
અસ્તગ્ફિરૂલ્લાહ રબ્બિ મીન્ કુલ્લી ઝ઼ન્બિ વ'અતુબૂ ઈલય્હ્
અને ત્રીજો જહન્નમથી છૂટકારાનો છે. માટે આ દુવા વધુ પ્રમાણમાં પઢવી જોઈએ.
અલ્લાહૂમ્મ અજીર્ની મીન'ન્ નાર
જેથી અમુક લોકો ઉપરોક્ત દુવાઓ ને ઉપરોક્ત સમયમાં પઢવાને ખાસ અને જરૂરી તથા બીજા કોઈ સમયમાં ન પઢવાનું યોગ્ય સમજે છે.
શુદ્ધિકરણ :
ઉપરોક્ત દુવાઓ દુરુસ્ત હોવામાં કોઈ શંકા નથી. પરંતુ તે દુવાઓ નું કોઈ દિવસ કે ઘડી સાથે ખાસ હોવાનું સાબિત ન હોવાને લીધે તેને કોઈ દિવસ અથવા કોઈ ઘડી સાથે ખાસ કરવી દુરુસ્ત નથી. એટલે પહેલી દુવાને પહેલા અશરામાં, બીજી દુવાને બીજા અશરામાં અને ત્રીજી દુવાને ત્રીજા અશરામાં એ રીતે ખાસ કરવામાં આવે કે તે દુવાઓને તે જ અશરામાં પઢવાને જરૂરી સમજવામાં આવે સહીહ નથી.
બેશક રમઝાન જેવા પવિત્ર મહિનામાં દુવાઓ ખૂબ જ કબૂલ થાય છે. તે માટે દુવાઓ ખૂબ વધુ પ્રમાણમાં માંગવી જોઈએ. પરંતુ જે દુવાઓ વિષે કોઈ દિવસ કે ઘડી સાથે ખાસ હોવાનું સાબિત ન હોય તેને કોઈ દિવસ કે પછી ઘડી સાથે ઉપરોક્ત બતાવ્યા મુજબ ખાસ કરવી તથા જરૂરી સમજવી જાઈઝ નથી. હાં..! જરૂરી સમજ્યા વગર પઢવામાં આવે તો વાંધો નથી.
તે માટે ઉપરોક્ત દુવાઓ બતાવ્યા મુજબ અશરહ્ માં પઢવામાં કોઈ વાંધો તો નથી જો તેને તે અશરહ્ સાથે ખાસ કે જરૂરી સમજ્યા વગર પઢવામાં આવે.
[તન્બિહાત સીલસીલા નંબર : ૨૦૦]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Masha Allah. This question asked frequently and now I got an clear answer. Jazakallah
ReplyDelete