અમુક લોકો સમજે છે કે રોઝાની હાલતમાં સ્વપ્નદોષ (એહતેલામ) થવાથી રોઝો તૂટી જાય છે, એવી જ રીતે અમુક લોકો સમજે છે કે રોઝાની હાલતમાં થૂંક અને ગળફો પેટમાં ઉતારવો જાઈઝ નથી, તે જ માટે તેઓ રોઝાની હાલતમાં વારંવાર થૂંક્યા કરતા હોય છે.
શુદ્ધિકરણ :
સ્વપ્નદોષ એટલે કે સ્વપ્નમાં થતા વીર્યપાત થી રોઝો તૂટતો નથી, પરંતુ આવો બનાવ બન્યા બાદ પૂરતી કોશિશ જલ્દી થી ગુસલ કરી પાક થવાની કરવી જોઈએ, જેથી રોઝાનો વધારે સમય પાકીની હાલતમાં પસાર થાય. હાં કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક આ કૃત્ય કરે તો તેનાથી રોઝો તૂટી જશે.
أو احتلم أو أنزل بنظر ۔۔۔۔۔۔ لم يفطر.
[الدر المختار ٢ / ٣٩٦]
એવી જ રીતે થૂંક કે ગળફો ગળી જવાથી પણ રોઝો નથી તૂટતો.
ولو دخل مخاط انفه من رأسه ثم استشمه فادخل حلقه عمداً لم یفطرہ لا نه بمنزلة ریقه کذا فی محیط السرخسی.
[فتاوى هندية : ٢ / ١٣١]
તે માટે એમ સમજવું કે સ્વપ્નદોષ, તેમ થૂંક અને ગળફા થી રોઝો તૂટી જાય છે, અને વારંવાર થૂંકતા રહેવું આ દુરસ્ત નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59