અબૂ દાઉદ શરીફ (૨૩૫૦) ની એક હદીષ આ મુજબ છે :
إِذَا سَمِعَ أَحَدُكُمُ النِّدَاءَ وَالْإِنَاءُ عَلَى يَدِهِ، فَلَا يَضَعْهُ حَتَّى يَقْضِيَ حَاجَتَهُ مِنْهُ.
તમારા પૈકી જ્યારે કોઈ વ્યક્તિ અઝાન સાંભળે અને વાસણ તેના હાથમાં હોય તો તે વાસણ પાછું ન મૂકે, બલ્કે પોતાની જરૂરત (ખાવું પીવું) પૂરી કરી લે.
આ હદીષ બિલકુલ સહીહ છે. પરંતુ આને બયાન કરવામાં બે પ્રકારની ખયાનત કરવામાં આવે છે.
૧)➤ આ હદીષમાં એવું કોઈ વર્ણન નથી જેનાથી એવી ખબર પડે કે આ હદીષ સેહરીને સંબંધિત છે. પરંતુ આ હદીષને સેહરીનું શીર્ષક આપી બયાન કરવામાં આવે છે. જ્યારે કે સેહરીનું શિર્ષક આપવામાં કુર્આન શરીફની વિરુદ્ધ મતલબ નિકળતો હોવાથી યોગ્ય આ છે કે કોઈ એવો મતલબ બયાન કરવામાં આવે જે કુર્આન અને હદીષની વિરુદ્ધ ન હોય.
અને તે આ છે કે આ સામાન્ય દિવસો માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કે અઝાન પછી નમાઝ પઢી જ લેવી એવું જરૂરી નથી, બલ્કે જો તમે કોઈ જરૂરી કામમાં વ્યસ્ત હોય તો પહેલા તેને પૂર્ણ કરી લો અને પછી આરામથી ઈબાદત એટલે કે નમાઝ પઢો. હાં આ વાતનું ધ્યાન રહે કે નમાઝનો સમય નીકળી ન જાય.
૨)➤ હદીષમાં ફજર શબ્દનો પણ કોઈ ઉલ્લેખ નથી. પરંતુ આ હદીષ બયાન કરતી વખતે કૌંસમાં ફજર લખવામાં આવે છે જેનાથી લોકો દરમિયાન એક ગલત મેસેજ જાય છે કે અઝાન થતી હોય તો પણ સેહરીનું ખાવા ખાવું જાઈઝ છે. જ્યારે કે આ પણ હકીકતની વિરુદ્ધ છે.
કેમ કે જો સેહરીને સંબંધિત માની પણ લેવામાં આવે તો પણ આ હદીષ ફજરની અઝાનને સંબંધિત નથી બલ્કે તહજ્જુદની અઝાનને સંબંધિત છે. કેમ કે નબી ﷺ ના જમાનામાં બે અઝાન થતી હતી એક પહેલા તહજ્જુદની જે હઝરત બિલાલ (રદિ.) આપતા હતા. અને બીજી ફજરની જે હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમ્મે મકતુમ (રદિ.) આપતા હતા. થતું એવું હતું કે લોકો તહજ્જુદની અઝાનને ફજરની અઝાન સમજી ખાવા પીવાનું છોડી દેતા હતા તો રસૂલુલ્લાહ ﷺએ સલાહ આપતા આ રીતે ફરમાવ્યું જે ઉપર હદીષમાં છે. જેમ કે મુસ્લિમ શરીફની એક હદીષ આની દલીલ છે કે રસૂલુલ્લાહ ﷺ ફરમાવતા હતા કે હે લોકો બિલાલ રાતની અઝાન આપે છે તેથી તમે ખાઈ પી શકો છો જ્યાં સુધી અબ્દુલ્લાહ ઈબ્ને મકતુમ અઝાન ન આપે.
સારાંશ કે આ હદીષ તો સહીહ છે પરંતુ તેના દ્વારા ખોટો મેસેજ પહોંચાડવામાં આવે છે જેમ કે ઉપર તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59