રમઝાનમાં અડધા દિવસ પહેલા રોઝાની નિય્યત કરવી દુરુસ્ત છે. પરંતુ અડધા દિવસથી મુરાદ અમુક લોકો ઝવાલનો વખત સમજે છે જે દુરુસ્ત નથી. સહીહ માહિતી નીચે મુજબ છે.
વિશ્લેષણ :
અડધા દિવસનો મતલબ આ છે કે સુબ્હે સાદીકથી લઈને સુરજ આઠમવાના દરમિયાન જેટલો સમય હોય છે તેને બે હિસ્સામાં સરખા ભાગે વહેંચ્યા બાદ, પહેલા હિસ્સાની જે છેલ્લી અને બીજા હિસ્સાની પહેલી ઘડી હોય છે તે દિવસનો શરઈ અડધો દિવસ કહેવાય છે. અને રોઝાની નિય્યત બાબત જે અડધો દિવસ બોલવામાં આવે છે તેનાથી આ અડધો દિવસ મુરાદ હોય છે.
પરંતુ આપણે અડધા દિવસથી મુરાદ ઝવાલનો સમજીએ છીએ જે સહીહ નથી. કેમ કે ઝવાલનો હિસાબ સૂરજ ઉગવાથી લઈ આઠમવાના દરમિયાન જે વખત હોય છે તે પ્રમાણે થાય છે.
દા.ત. કલ્પના કરીએ કે સુબ્હે સાદીક ૪ : ૦૦ વાગ્યે, અને તુલુ : ૬ : ૦૦ વાગ્યે, અને ગુરૂબનો સમય ૭ : ૦૦ વાગ્યાનો છે. હવે હિસાબ કરીએ તો શરઈ અડધો દિવસ ૧૧ : ૦૦ વાગ્યે થાય છે. જ્યારે કે ઝવાલના હિસાબે અડધો દિવસ ૧૨ : ૩૦ વાગ્યે થાય છે.
તે માટે ઉપરોક્ત તકવીમના હિસાબ પ્રમાણે રોઝાની નિય્યત ૧૧ : ૦૦ વાગ્યા પહેલાં તો દુરુસ્ત છે પરંતુ તે પછી દુરુસ્ત નથી. ભલે હજુ ઝવાલના હિસાબે અડધો દિવસ નથી થયો. બલ્કે ઉપરોક્ત હિસાબ પ્રમાણે ઝવાલને હજુ દોઢ કલાક ની વાર હોય છે.
فیصح أداء صوم رمضان والنذر المعین والنفل بنیة من اللیل، …… إلی الضحوة الکبری لا بعدھا ولا عندھا اعتباراً لأکثر الیوم (الدر المختار مع رد المحتار، أول کتاب الصوم ۳: ۳۳۸-۳۴۱، ط: مکتبة زکریا دیوبند)، قولہ: ”إلی الضحوة الکبری“ المراد بھا نصف النھار الشرعي، …… النھار الشرعي من طلوع الفجر إلی الغروب(رد المحتار۔
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59