હાલ શબે કદ્રને લઈને એક મુંઝવણ જોવા મળી રહી છે કે શું દરેક દેશમાં શબે કદ્ર એક જ દિવસે અને એક જ સમયે હોય છે...?
જ્યારે કે દરેક જગ્યાએ સમય તો અલગ અલગ અને આગળ પાછળ હોય છે. ક્યાંક રાત હોય છે તો ક્યાંક દિવસ હોય છે. ક્યાંક દા.ત. ૨૬ મી રાત હોય છે તો ક્યાંક ૨૭ મી હોય છે. બલ્કે અમુક તો એવું પણ સમજે છે કે સઉદીમાં એકી રાત હોવાને કારણે અહીં પણ શબે કદ્ર હોય શકે છે.
સ્પષ્ટીકરણ :
આખી દુનિયામાં શબે કદ્ર એક જ વખત હોય છે અને એક જ હોય છે. પરંતુ જગ્યાઓના અલગ અલગ હોવાના કારણે આખી દુનિયામાં એક જ સમયે નથી હોતી. બલ્કે દરેક જગ્યાએ ત્યાંની તારીખ અને સમય પ્રમાણે શબે કદ્ર હોય છે. દા.ત. “ ૨પ મી રાત્રે શબે કદ્ર હોવું આ વર્ષ માટે અલ્લાહ તઆલા તરફથી નક્કી હોય તો જે જગ્યાએ ૨૫ મી રાત હશે ત્યારે ત્યાં શબે કદ્ર લેખાશે અને તે જગ્યાએ શબે કદ્રની રહમતો અને બરકતો ઉતરશે.”
હકિમુ'લ્ ઉમ્મત હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ. લખે છે કે “ જે જમાના અને વખત સાથે જે હૂકમ અને ફઝિલત નિશ્ચિત હોય છે તો જ્યારે તે જમાનો અને વખત આવશે ત્યારે તે હૂકમ અને ફઝિલત ઉપ્લબ્ધ થાય છે ” જેમ કે શરીયતમાં નમાઝ વિષે એક હૂકમ છે કે સૂરજ ડુબ્યા પછી મગરીબની નમાઝ પઢવી તો કોઈ એવું નથી જોતું કે સાઉદીમાં અત્યારે સૂરજ ડૂબી રહ્યો છે ભલે ઈન્ડિયામાં નથી ડૂબી રહ્યો અને મગરીબની નમાઝ પઢી લેતું હોય...? બધાને ખબર હોય છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં સૂરજ ડૂબે તો આપણી ઉપર મગરીબની નમાઝ ફર્ઝ થાય છે. બસ એવી જ રીતે શબે કદ્ર પણ છે.
તે માટે સઉદીમાં એકી રાત હોય અને અહીંયા ત્યાં એકી રાત હોવાને કારણે એવું સમજવું કે આજે શબે કદ્ર હોય શકે છે દુરુસ્ત નથી. બાકી શબે કદ્ર તો ગમે ત્યારે હોય શકે છે. તેમજ તેની તલાશમાં ઈબાદતમાં મશગૂલ રહેવામાં કોઈ વાંધો નથી.
[ઑનલાઇન ફતાવા દા.ઉ.દેવબંદ]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59