રમઝાનુ'લ મુબારકમાં દિવસે એટલે કે રોઝહ્ હોવાની પરિસ્થિતિમાં પત્ની સાથે સંભોગ કરવો ના જાઈઝ છે. પરંતુ અમુક લોકો એવું સમજે છે કે જેવી રીતે દિવસે સંભોગ કરવો ના જાઈઝ છે એવી જ રીતે રાત્રે પણ ના જાઈઝ છે.
શુદ્ધિકરણ :
રમઝાનુ'લ મુબારકમાં પોતાની પત્ની સાથે રાત્રે સંભોગ કરવો જાઈઝ છે. કુર્આન શરીફમાં અલ્લાહ તઆલા ફરમાવે છે :
اُحِلَّ لَکُمۡ لَیۡلَةَ الصِّیَامِ الرَّفَثُ اِلٰی نِسَآئِکُمۡ ؕ
તમારા માટે પોતાની પત્નીઓ સાથે રમઝાનુ'લ મુબારકની રાતમાં સંભોગ કરવું હલાલ કરવામાં આવ્યું છે.
તે માટે એમ સમજવું કે જેવી રીતે દિવસે સંભોગ કરવું જાઈઝ નથી એવી જ રીતે રાત્રે પણ સંભોગ કરવું ના જાઈઝ છે. દુરુસ્ત નથી.
[અ'લ કુર્આન...સૂરહ્ બકરહ્ - પારહ્ / ૨ - આયત / ૧૮૭]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59