ઉલ્ટી થવાથી રોઝો ક્યારે તૂટે છે..?

Ml Fayyaz Patel
0
   ઉલ્ટી થવાથી રોઝો ક્યારે તૂટે છે આ મસ્અલહ માં પણ લોકોમાં ઘણી મુંઝવણ જોવા મળે છે, અમુક સમજે છે કે માત્ર મોઢું ભરીને ઉલ્ટી થવાથી રોઝો તૂટી જાય છે, જ્યારે કે અમુક સમજે છે કે માત્ર જાણી જોઈને ઉલ્ટી કરવાથી રોઝો તૂટી જાય છે, જ્યારે કે આ મસ્અલહ માં વાસ્તવિક્તા નિમ્ન મુજબ છે.
વિશ્લેષણ :
   ઉલ્ટી ના કુલ ચાર પ્રકાર છે જે નીચે મુજબ છે અને દરેકનો હુકમ પણ સાથે લખવામાં આવે છે.
➊ ઉલ્ટી એની જાતે થાય, પરંતુ મોઢું ભરીને નહીં. 
★ હુકમ : રોઝો તૂટશે નહીં.
➋ ઉલ્ટી એની જાતે મોઢું ભરીને થાય.
★ હુકમ : રોઝો તૂટશે નહીં. 
➌ ઉલ્ટી જાણી જોઈને કરવામાં આવે, પરંતુ મોઢું ભરીને નહી.
★ હુકમ : રોઝો તૂટશે નહીં.
➍ ઉલ્ટી જાણી જોઈને મોઢું ભરીને કરવામાં આવે.
★ હુકમ : રોઝો તૂટી જશે.
وإن ذرعه القيء وخرج ولم یعد لا یفطر مطلقاً ملأ أو لا، فإن عاد بلا صنعه ولو هو ملأ الفم مع تذکرہ للصوم لا یفسد، خلافاً للثاني، وإن أعادہ أفطر إجماعًا إن ملأ الفم وإلا لا، هوالمختار۔ وإن استقاء أي طلب القي عامداً أي متذکرًا لصومہ إن کان مِلئ الفم فسد بالإجماع مطلقًا، وإن أقل لا، عند الثاني وهو الصحیح۔ لکن ظاہر الروایة کقول محمدؒ إنه یفسد کما في الفتح عن االکافي. [در مختار : ۳ / ۳۹۲، ۳۹۳]
[ફતાવા બિન્નોરી ટાઉન, કિતાબુ'લ્ મસાઈલ]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)