લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે રાત્રે કોઈ કારણસર ગુસલ વાજીબ થયું હોય તો ગુસલ કર્યા વગર સહેરી કરવી જાઈઝ નથી. અને જો એવી હાલતમાં સહેરી કરી લીધી તો રોઝો સહીહ લેખાશે નહીં.
શુદ્ધિકરણ :
ઉપરોક્ત વાત બિલકુલ બેબુનિયાદ અને મનઘડત છે. ગુસલ વાજીબ હોવાની હાલતમાં સહેરી કરવી દુરુસ્ત છે અને રોઝો પણ દુરુસ્ત લેખાશે. તેના પર કોઈ અસર નહીં પડે.
હાં ! જાણી જોઈને ગુસલ કરવામાં એટલું મોડું કરવું કે ફજરની નમાઝ કઝા થઈ જાય તો આ ગુનાહને પાત્ર કામ લેખાશે.
તે માટે શ્રેષ્ઠ તો આ જ છે કે વખત હોય તો સહેરી પહેલા ગુસલ કરી લેવું જોઈએ. નહીંતર વાંધો નથી.
☞ નોંધ :- રોઝાની હાલતમાં બગલ તેમજ દુતીની નીચેના વાળ પણ સાફ કરવા દુરુસ્ત છે. કોઈ વાંધો નથી.
[જામીઆ બિન્નોરી ટાઉન]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59