રોઝા ના બદલે ફિદયો આપવા વિષે

Ml Fayyaz Patel
0
   રોઝા ના બદલે ફિદયો આપવાના મસ્અલહ્ પ્રત્યે અમુક લોકોમાં આટલી જ વાત પ્રચલિત છે કે બિમારી કે બીજા કોઈ કારણસર રોઝો રાખવો મુશ્કેલ હોય તો રોઝા નો ફિદયો આપી દેવાથી રોઝો માફ થઈ જાય છે. જ્યારે કે મસ્અલહ્ સંપૂર્ણપણે આ પ્રમાણે નથી. આની વિગત નીચે મુજબ છે.
વિશ્લેષણ :
રોઝા નો બદલ ફિદયો જરૂર છે. પરંતુ ત્યારે જ્યારે નિમ્ન લિખિત બંન્ને શર્તો લાગુ પડે.
૧. વૃદ્ધત્વ (ઘડપણ) અથવા ભયાનક બિમારીના કારણે રોઝહ્ રાખવાની શક્તિ ન હોય.
૨. ભવિષ્યમાં રોઝો રાખવાને પાત્ર બનવાની ઉમ્મીદ પણ ન હોય.
   આ બંન્ને શર્તો જે પણ વ્યક્તિને લાગુ પડશે તેના માટે રોઝહ્ ના બદલામાં ફિદયો આપવો જાઈઝ છે. બીજી અગત્યની વાત કે જો રોઝહ્ નો ફિદયો આપ્યા પછી જીવનમાં ક્યારેય પણ રોઝહ્ રાખવાની શક્તિ મળી જાય તો આપેલ ફિદયો બેકાર થઈ જશે અને રોઝહ્ ની કઝા જરૂરી રહેશે.
ફાયદો : એક રોઝાનો ફિદીયો એક સદકતુ'લ ફિત્ર છે, એટલે કે લગભગ પોણા બે કિલો ઘઉં અથવા તેની કિંમત.
[મસાઈલે રોઝહ્ મુકમ્મલ વ મુદલ્લલ : ૧૫૦]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)