ભૌતિક માનસિકતા એટલે માણસની એવી માનસિકતા બની જાય જેમાં તે વ્યક્તિને એમ લાગે કે જીવનની અસલ ખુશી અને સફળતા માત્ર પૈસા, વસ્તુઓ અને સુખસાધનોમાં જ છે.
ઘણા લોકો મૌખિક માં આનો ઈનકાર કરે છે અને કહે છે કે અલ્હમ્દુલિલ્લાહ હું આનાથી સુરક્ષિત છું, પરંતુ તેઓના વિચારો અને કામો આનાથી બિલકુલ વિપરીત બલ્કે ભૌતિક માનસિકતા દર્શાવતા અને તેના પર પ્રકાશ પાડતા હોય છે.
દરઅસલ આ પશ્ચિમી સંસ્કૃતિના માધ્યમથી કરવામાં આવેલ વૈચારિક આક્રમણો નો અસર છે. જેમાં ભલે વધારે પડતા મુસલમાનો નું ઈમાન તો ખતમ નથી થયું પરંતુ કમજોર જરૂર કરવામાં આવ્યું છે.
આજે મુસલમાનો ની માનસિકતા પારલૌકિક (આખિરત) થી હટીને ભૌતિક બની જવાથી મોટી ઈમાનની કમજોરી શું હોય શકે છે..? જેમાં ન માત્ર આખિરત ના હિસાબે નુકસાન થાય છે બલ્કે દુનિયામાં સામાજિક, આર્થિક, રાજનૈતિક, સંસ્કારી અને કૌટુંબિક જેવા ક્ષેત્રોમાં પણ ભરપૂર નુકસાન ઉઠાવે છે જે જગજાહેર છે.
તેથી આપણે ઉલમાની સંગત, કુર્આન અને હદીષ તથા ઈસ્લામી કિતાબોના વાંચન દ્વારા આપણી માનસિકતા ભૌતિક તો નથી બની ગઈ..? વારંવાર પારખતા રહેવું જોઈએ અને આખિરતની માનસિકતા માટે જે વસ્તુઓ અવરોધ બને છે તે વસ્તુઓ ને પોતાના જીવનથી દૂર કરવા જોઈએ.
આ જ અર્થમાં કુર્આને પોતાની અવલાદ અને પોતાની સંપત્તિને ફિત્નો બતાવ્યો છે. [સૂરહ અન્ફાલ : ૨૮] કેમ કે સામાન્ય રીતે આ બન્ને વસ્તુઓ ની મોહબ્બત માણસની પારલૌકિક માનસિકતા માટે અવરોધ બને છે. તેથી ધ્યાન રાખવું જોઈએ કે આ બન્નેની મહોબ્બત આપણા દિલમાં એટલી હદે તો નથી પ્રસરી ગઈ કે આખિરતની માનસિકતા માટે અવરોધ બની જાય..?
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59